અભિનેતા ઘનશ્યામ નાયક તારક મહેતાના તેના પાત્રના કારણે નટુકાકાથી વધુ ફેમસ થયા છે. તેમના નિધનથી તારક મહેતાની ટીમના આર્ટિસ્ટ સહિત તેમના ફેન્સને પણ દુ:ખ થયુ છે. તારક મહેત શોમા બબીતાની ભૂમિકા અદા કરનાર મુનમુ દત્તાએ અને ટપુડાની ભૂમિકા અદા કરનાર રાજ અનડકટે તેમના શબ્દોને યાદ કરતા એક ભાવુક પોસ્ટ લખી છે.


 


ટુપડા ઉર્ફે રાજ અનડકટે તેમના ઇન્ટાગ્રામ અકાઉન્ટ પર હૃદયસ્પર્શી ભાવુક પોસ્ટ લખીને નટુકાકાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. રાજ તેમની સાથેનો થ્રોબેક ફોટો શેર કરતા લખ્યું કે, જ્યારે કાકા લાંબા સમય બાદ સેટ પર આવ્યાં હતા મેં અને કાકાએ મેકઅપ શેર કર્યો હતો. તે રૂમમાં આવ્યાં અને કહ્યું, “આવ બેટા કેમ છે. તેમને મને આશિર્વાદ આપ્યા, લાંબા સમય બાદ તેઓ લાંબા સમય બાદ સેટ પર આવ્યાં હોવાથી ખૂબ જ ખુશ હતા. તેમણે મારા પરિવારના પણ ખબર અંતર પૂછ્યાં અને કહ્યું ભગવાન બધાનું ભલું કરે, ખરેખર આ ઉંમરે તેમની કામ પ્રત્યુની નિષ્ઠા કાબિલે તારિફ છે. તેમણે કીધેલ ટુચકા મને ખૂબ જ યાદ આવશે, “કાકા હું તમને ક્યારેય નહીં ભૂલી શકું



ઘનશ્યામ નાયકને સાચી પ્રસિદ્ધિ અને સફળતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુકાકાકાની ભૂમિકાથી જ મળી. તેમણે આ વાતનો ઉલ્લેખ અનેક વખત મીડિયા ઇન્ટરવ્યુમાં પણ કર્યો છે.



તારક મહેતમાં બબીતાનો રોલ અદા કરનાર મુનમુન દત્તાએ પણ ઘનશ્યામ નાયકને કાકા શબ્દથી સંબોધીને શબ્દાંજલિ આપી છે. તેમણે લખ્યું કે, “છેલ્લા 13 વર્ષથી સાથે કામ કરી રહ્યાં છે. તો અને યાદો તેમની સાથે જોડાયેલી છે. જે ક્યારેય નહીં ભૂલાયા. કિમોથેરેપી લીધી બાદ તેઓ સેટ પર આવ્યાં હતા અને તેમનું ઉચ્ચારણ હજું પણ શુદ્ધ છે, તે દર્શાવવા માટે તેમણે 2 શ્લોક બોલ્યા હતા અને બધાએ ઉભા થઇને તેમને સલામ કર્યાં હતા. તેઓ મને હંમેશા દીકરી કહીને બોલાવતા અને તેમના સંધર્ષના સમયની વાતો કહેતા.


 


ઘનશ્યામ નાયક 100 હિન્દી અને ગુજરાતી ફિલ્મમાં કામ કરી ચૂકયાં છે. ઉપરાંત તેઓ 300 ટીવી સિરિયલમાં પણ કામ કરી ચૂક્યાં છે. કિમોથેરેપી બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સ્પેશિયલ એપિસોડના શૂટ માટે તેઓ સેટ પર પહોંચ્યા હતા આ અંતિમ યાદોને તારક મહેતાની ટીમ યાદ કરી રહી છે.