બુલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પોતાના હોલીવુડ ડેબ્યુ માટે તૈયાર છે. આલિયા ભટ્ટ હોલીવુડની વંડર વુમન સ્ટાર ગેલ ગેડોટ સાથે 'હાર્ટ ઓફ સ્ટોન' ફિલ્મ સાથે પ્રથમ વખત હોલીવુડમાં કામ કરશે. હાર્ટ ઓફ સ્ટોન નામની આ ફિલ્મ સ્પાય થ્રીલર છે અને તેને ટોમ હાર્પર ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રીલીઝ થશે. 


બોલીવુડ ફિલ્મોના ટ્રેડ એનાલીસ્ટ તરણ આદર્શે ટ્વીટર પર આલિયા ભટ્ટના હોલીવુડ ડેબ્યુ વિશે માહિતી આપી હતી. તરણ આદર્શે ટ્વીટ કરતાં લખ્યું કે, આલીયા ભટ્ટ ગેલ ગેડોટ સાથે નેટફ્લિક્સ ઓરીજનલની ફિલ્મ સાથે હોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. નેટફ્લિક્સની સ્પાય થ્રીલર હાર્ટ ઓફ સ્ટોનથી આલીયા ભટ્ટ વિશ્વ ફલક પર પોતાની એન્ટ્રી કરશે. 






નેટફ્લિક્સ ફિલ્મના ઈંસ્ટાગ્રામ પેજ પર આ પહેલાં ગેલ ગેડોટના શુટીંગનો એક ફોટો શેર કરવામાં આવ્યો હતો જેમાં આ સ્પાય થ્રીલર ફિલ્મની જાહેરાત કરાઈ હતી અને લખ્યું હતું કે, હાર્ટ ઓફ સ્ટોન આવી રહ્યું છે.