બોલીવૂડનું ક્યૂટ કપલ રણબીર કપુર અને આલિયા ભટ્ટ ગોવામાં ફુટબોલ મેચ જોવા માટે પહોંચ્યા હતા. બંનેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. તસવીરોમાં બંને એક સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. ગોવામાં મુંબઈ સીટી FC અને જમશેદપુર FC વચ્ચે ફુટબોલમાં મેચમાં બોલીવૂડ સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. ઈન્ડિયન સુપર લીગ 2020-21માં રણબીપ કપૂર અને આલિયા ભટ્ટ મુંબઈની ટીમને સપોર્ટ કરતા જોવા મળ્યા, આલિયા ભટ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર શેર કરી, જેમાં તે મુંબઈની ટીમને સપોર્ટ કરતી જોવા મળી.


થોડા દિવસો પહેલા આલિયા-રણબીર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ તસવીરોમાં બંને સાથે ઉભા જોવા મળ્યા હતા. આલિયા અને રણબીર પોતાની આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે. મીડિયા રિપોર્ટ અનુસાર, બંનેના લગ્ન ખૂબ જ ઓછા સમયમાં થઈ શકે છે. રણબીર કપૂરના ઘર પાસે આલિયાએ એક ઘર ખરીદ્યુ છે.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.