મુંબઇઃ બૉલીવુડ એક્ટર સલમાન ખાનની મુસીબતો ફરી એકવાર વધી રહી છે. થોડકા સમય પહેલા જ તેને કાળિયાર કેસમાં રાહત મળી હતી, પરંતુ હવે તે ફરીથી એક મોટા કેસમાં ફંસાઇ ગયો છે. લગભગ ત્રણ વર્ષ જુના સાયકલ વિવાદ કેસને લઇને સલમાન વિરુદ્ધ સમન્સ પાઠવવામાં આવ્યુ છે. સમન્સ પાઠવતી અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે તેને કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. સલમાન ખાનને 5મી એપ્રિલે કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યુ છે. અંધેરી કોર્ટે આઇપીસીની કલમ 504 અને 506 અંતર્ગત સલમાન અને તેના બૉડીગાર્ડ નવાઝ ઇકબાલ શેખને કોર્ટમાં હાજર થવાનો આદેશ જાહેર કરાયો છે. 


કોર્ટના આ આદેશ મુજબ, ફરિયાદીએ “આરોપી વ્યક્તિઓ વિરુદ્ધ CrPC ની કલમ 156(3) હેઠળ નિર્દેશો જારી કરવાની વિનંતી કરી છે.” એક અહેવાલ મુજબ, આ ઘટના 4 સપ્ટેમ્બર, 2019 ના રોજ બની હતી, જેમાં ફરિયાદી અને સૂચિત આરોપી વ્યક્તિ વચ્ચે વિવાદ થયો હતો. તપાસ અધિકારીએ આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 504, 506 હેઠળ ગુનો નોંધ્યો છે.


જાણો શું છે કેસમાં-  
ભારતીય દંડ સંહિતાની કલમ 504 જણાવે છે કે જે કોઈ પણ વ્યક્તિ જાણીજોઈને અપમાન કરે છે અને તેના દ્વારા જાહેર શાંતિનો ભંગ કરવા અથવા અન્ય કોઈ અપરાધ કરવાના ઈરાદા સાથે કોઈ પણ વ્યક્તિ ઉશ્કેરણી કરે છે, તો તે બંનેના દોષિતો માટે જવાબદાર રહેશે. તેને જેલની સજા થશે. એક મુદત માટેનું વર્ણન કે જે એક વર્ષ સુધીનું હોઈ શકે અથવા દંડને પાત્ર પણ હોઈ શકે.


કલમ 506 જણાવે છે કે, જે કોઈ ધાકધમકીનો ગુનો કરે છે, તેને બે વર્ષ સુધીની મુદત માટે કોઈપણ વર્ણનની કેદની સજા કરવામાં આવશે. અથવા દંડ અને બંને સાથે સજા પણ થઈ શકે છે. જો આપવામાં આવેલ ધમકી મૃત્યુ અથવા ગંભીર ઈજા વગેરેનું કારણ બને છે.