નવી દિલ્હીઃ ધ કાશ્મીર ફાઇલ્સ જે કાશ્મીર પંડિતોના દુઃખને સામે આવી લાવી રહી છે. જેને જોયા બાદ દેશવાસીઓમાં એક અલગ જ ભાવના પેદા થઇ રહી છે. 90ના દાયકામાં કાશ્મીરી પંડિતો પર ખુબ અત્યાચાર થયા હતા, જેને લઇને આ મૂવીને બનાવવામાં આવી છે. આ ફિલ્મને જોયા બાદ લોકો ફિલ્મની કહાનીની ખુબ પ્રસંશા અને વાત કરી રહ્યાં છે. લોકો ભાવુક થઇ રહ્યાં છે. વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મનુ નિર્દેશન કર્યુ છે, જેની દરેક ખુણામાં ખુબ પ્રસંશા થઇ રહી છે, ફિલ્મને કેટલાય રાજ્યોમાં ટેક્સ ફ્રી પણ કરી દેવામા આવી છે. 


ફિલ્મ બૉક્સ ઓફિસ પર ધૂમ ચાલી રહી છે, અને કમાણીના મામલે નંબર પર પર છે. ફિલ્મએ જબરદસ્ત સફળતા હાંસલ કરી છે, પરંતુ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીના મનમાં એક મોટુ દુઃખ રહી ગયુ છે. આમ તો વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે, આ ફિલ્મની કન્ટેન્ટ જ એટલી પાવરફૂલ છે કે ગીતોની આમાં કોઇ ગુંજાઇશ જ નથી, પરંતુ ફિલ્મમાં એક ફૉલ્ક સૉન્ગ રાખવાની ઇચ્છા હતી, વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે, તે ઇચ્છતો હતો કે આ સૉન્ગ લતા મંગેશકરજી ગાય, પરંતુ એ પણ જાણતા હતા કે તે હવે રિટાયર થઇ ચૂક્યા છે અને ગીત નથી ગાતા.


જોકે, તેમને અમે લોકોએ રિક્વેસ્ટ કરી હતી, તેમને આ ગીતને ગાવા માટે રિક્વેસ્ટ પર હા પણ પાડી દીધી હતી, મારી પત્ની પલ્લવીના તે બહુજ નજીક હતા, ઠીક ચાલુ રહ્યું હતુ બધુ. તેમને કહ્યું કોરોના ખતમ થઇ જાય તો તેઓ રેકોર્ડિંગ કરશે, પરંતુ પછી તે બધુ થઇ ગયુ જેની કોઇએ કલ્પના પણ ન હતી કરી. એ વાતનુ હંમેશા મને દુઃખ રહેશે કે લતા મંગેશકરજી સૉન્ગમાં કામ ના કરી શક્યા. 


આ પણ વાંચો........ 


Price Hike: માર્ચમાં સામાન્ય જનતાને મોંઘવારીનો ઝટકો, ગેસ સિલિન્ડર, પેટ્રોલ અને ડીઝલ સહિત આ 6 વસ્તુઓ થઈ મોંઘી


Health tips: આ 5 ડ્રિન્કથી લોહી થઇ જાય છે એકદમ શુદ્ધ, બોડીને ડિટોક્સ કરવામાં મળશે મદદ


DCGIએ ઈમરજન્સી ઉપયોગ માટે નોવોવેક્સ રસીને મંજૂરી આપી, 12 થી 18 વર્ષની વયના લોકોને આ રસી મળશે


સાવધાન! કોરોના હજુ સમાપ્ત નથી થયો, નવો વેરિયન્ટ ફરી મચાવી શકે છે તબાહી, જાણો એક્સ્પર્ટે શું આપી ચેતાવણી


અધિકાર: હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ઘરેલું હિંસા કાયદા હેઠળ મહિલાઓને સાસરીમાં રહેવાનો અધિકાર છે


Health Tips: વેઇટ લોસની સાથે તકમરિયાના છે આ અદભૂત ફાયદા, આ રીતે કરો નિયમિત સેવન