મુંબઇઃ બૉલીવુડ સેલેબ્સના લગ્ન સામાન્ય વાત છે, અવાર નવાર બૉલીવુડના બે સ્ટાર્સ એકબીજાની લવશીપ-રિલેશનશીપ બાદમાં લગ્નમાં ફેરવાઇ જાય છે. ગયા વર્ષે 2021માં ડિસેમ્બર મહિનામાં સ્ટાર કપલ વિક્કી કૌશલ અને કેટરીના કૈફ લગ્નગ્રંથીથી જોડાઇ ગયા. હવે આ લિસ્ટમાં એક નામ છે જે છેલ્લા ઘણાસયમથી ચર્ચાઇ રહ્યું છે. આ છે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનુ. આલિયા અને રણબીરના લગ્ન ક્યારે થશે એ તો ખબર નથી પરંતુ હવે જ્યોતિષે એક ખાસ સલાહ આપી છે જે બન્નેના લગ્નજીવનને ટકાવી રાખવા માટે જરૂરી છે.
રણબીર-આલિયા લગ્ન ટકશે કે નહીં ? જ્યોતિષીઓએ કરી શું આગાહી ?
આલિયા અને રણબીરના લગ્નના સમાચાર વચ્ચે જાણીતી સેલિબ્રિટી ન્યૂરોલૉજિસ્ટ નીરજ મનચંદાએ કપલના લગ્ન વિશે ભવિષ્યવાણી કરી છે.
જાણીતી ન્યૂમરોલૉજિસ્ટ નીરજ મનચંદાએ આલિયા અને રણબીરના લગ્ન પર આગાહી કરી છે, તેમને ભવિષ્યવાણી કરતા દાવો કર્યો છે કે, એક જ શરત પર આ સ્ટાર કપલનુ લગ્નજીવન ટકી શકશે. બૉલીવુડ લાઇફ સાથે વાત કરતા નીરજ મનચંદાએ કહ્યું કે, આલિયા અને રણબીર લગ્ન કરશે, જ્યાર સુધી આલિયા આરકેનો મોહરો બનીને રહેશે, ત્યાં સુધી જ તેમના લગ્ન અદભૂત કામ કરશે, એટલે કે ત્યાં સુધી જ બન્નેના મેરેજ ટકી શકશે. નીરજ મનચંદાનુ કહેવુ છે કે, આલિયા ભટ્ટ પર તમામ રીતે લગ્ન નિર્ભર રહેશે.
આ પણ વાંચો--
ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના
Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત
નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા