Malaika Arjun Love Story: વર્ષ 2017માં જ્યારે બોલિવૂડમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા હતા. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પાવર કપલ મલાઈકા અરોરા અને અરબાઝ ખાને તેમના છૂટાછેડાની જાહેરાત કરી અને તેમને જાણનારા ચાહકો દંગ રહી ગયા. સરપ્રાઈઝ તો થવાનું જ હતું કારણ કે બંને 19 વર્ષનો સંબંધ તોડીને આગળ વધવા માંગતા હતા, તે પણ અલગ અલગ. આ સંબંધને તૂટતા બચાવવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ તેમના દિલ પહેલેથી જ અલગ થઈ ગયા હતા. તો શું છૂટાછેડા પહેલા મલાઈકાના જીવનમાં કોઈ અન્ય વ્યક્તિ આવી હતી?


હવે મલાઈકા અર્જુન કપૂર પાછળ પાગલ છે
જ્યારે અરબાઝ અને મલાઈકાના છૂટાછેડા થયા, તેના થોડા મહિના પછી જ મલાઈકાની અર્જુન સાથેની નિકટતાની ચર્ચા થવા લાગી હતી. શરૂઆતમાં બંને પોતાના પ્રેમને છુપાવતા પણ જોવા મળ્યા હતા. પરંતુ કહેવાય છે ને કે પ્રેમ ક્યારેય છુપાઈ શકતો નથી. ધીરે ધીરે, તેમના પ્રેમના સમાચાર મીડિયામાં પ્રકાશીત થવા લાગ્યા. એવું પણ કહેવાય છે કે અરબાઝને છૂટાછેડા આપતા પહેલા જ મલાઈકા અર્જુનને પસંદ કરવા લાગી હતી. અર્જુન સલમાનના ઘરે આવતો જતો હતો. તેના કારણે બંનેની  આંખો મળી ગઈ હતી. તે સમયે અરબાઝ સાથે મલાઈકાના સંબંધો પણ ખરાબ થઈ રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરબાઝની ખરાબ આદતોને કારણે મલાઈકાએ છૂટાછેડા જેવો નિર્ણય લીધો હતો.


આ રીતે મલાઈકા-અર્જુનના પ્રેમનો ખુલાસો થયો 
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પહેલીવાર એક ફેશન શોમાં જાહેરમાં સાથે જોવા મળ્યા હતા. આ શો દરમિયાન તેમની જે પ્રકારની બોન્ડિંગ જોવા મળી હતી તેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. જો કે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે પણ તેઓએ આ અંગે મૌન સેવ્યું હતું, પરંતુ થોડા સમય પછી પુષ્ટિ થઈ હતી કે તેઓ રિલેશનશિપમાં છે. આ રિલેશનશિપને લઈને આશ્ચર્ય પણ હતું કારણ કે અર્જુને આ પહેલા સલમાન ખાનની બહેન અર્પિતા ખાનને ડેટ કરી હતી.


આ પણ વાંચો...


SURAT : સુરત શહેર ક્રાઇમ બ્રાંચને મળી મોટી સફળતા, કોકેઈનના મુખ્ય પેડલરની કરી ધરપકડ


Crime News: સુરતમાં ફરી ગેંગવોર! પેરોલ પર બહાર આવેલા આરોપીએ કર્યું ફાયરિંગ, માથાભારે શખ્સના જમાઈની હત્યા


Hookah Bar: અમદાવાદમાં આ જગ્યાએ ઝડપાયું હુકાબાર, નજારો જોઈ તમે પણ ચોંકી જશો