બોટાદઃ બૉલીવુડ સુપર સ્ટાર હિમેશ રેશમિયાએ પરિવાર સાથે સાળંગપુર હનુમાનજી દર્શન કર્યા હતા. અહીં આવવાનો મોકો મળ્યો તે મારા માટે અદભૂત છે. સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કરી એક અલગ પ્રકારની વાઈબ્રન્ટની અનુભૂતિ વ્યક્ત કરી. બરકત મળે અને આરોગ્ય સારું રહે તેજ પ્રાથના કરી. કોવિડ ખતમ હુવા હે હમારા દેશ આગે બઢે વહી દાદા શે પ્રાથના કરી.


 



Bollywood: શાહરુખ ખાને પોતાના નવા OTT પ્લેટફોર્મની જાહેરાત કરી, જાણો સલમાન ખાને શુ કહ્યું


બોલીવુડના મેગાસ્ટાર શાહરુખ હમણાં પોતાની આવનારી ફિલ્મ પઠાનને લઈને ચર્ચામાં છે ત્યારે હવે આજે મંગળવારે  શાહરુખ ખાને પોતોના નવા OTT પ્લેટફોર્મની જાહેરાત કરી છે જે ટૂંક સમયમાં આવશે. આજે શાહરુખે પોતાના ટ્વીટર પર એક ફોટો શેર કરીને આ વિશે માહિતી આપી હતી. હાલ નેટફ્લીક્સ, એમોઝોન પ્રાઈમ, હોટસ્ટાર, ઝી ફાઈવ વગેરે જેવા OTT પ્લેટફોર્મ મનોરંજન માટે યુવા વર્ગમાં ચર્ચામાં રહે છે ત્યારે હવે શાહરુખ ખાને પોતાના નવા OTT પ્લેટફોર્મની જાહેરાત કરી છે.


શાહરુખે એક ફોટો ટ્વીટ કર્યો હતો જેમાં તે થમ્સ અપ કરી રહ્યો છે અને બાજુમાં ઓટીટી SRT+ નો લોગો પણ છે. શાહરુખે ટ્વીટમાં લખ્યું કે, કુછ કુછ હોને વાલા હૈ, OTT કી દુનિયા મેં. શાહરુખ ખાનના ટ્વીટ બાદ ફિલ્મમેકર અનુરાગ કશ્યપે શાહરુખના ટ્વીટને રી-ટ્વીટ કરીને બધાને આશ્ચર્યમાં મુક્યા હતા. અનુરાગે લખ્યું કે, સપનું સાકાર થઈ રહ્યું છે. શાહરુખ સાથે તેના નવા OTT પ્લેટફોર્મ પર સાથે કામ કરી રહ્યો છું. આ પહેલાં સલમાન ખાને પણ શાહરુખના આ નવા OTT પ્લેટફોર્મની શરુઆત પર શુભકામનાઓ આપી હતી. સલમાને શાહરુખના ટ્વીટને રી-ટ્વીટ કરતાં લખ્યું કે, આજ કી પાર્ટી તેરી તરફ સે... 


ખેડૂતોને સિંચાઇ માટે પાણી મુદ્દે સરકારની મોટી જાહેરાતઃ 31મી માર્ચ સુધી અપાશે પાણી


ગાંધીનગરઃ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોને સિંચાઇ માટેના પાણી મુદ્દે મોટી જાહેરાત કરી છે. ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી હતી કે, ખેડૂતોને સિંચાઈ માટે 31મી માર્ચ સુધી પાણી આપવામાં આવશે. 


તેમણે કહ્યું કે, છેલ્લા થોડા સમયથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં શિયાળુ પાક માટે અને ઉનાલુ પાક માટે વીજળીની જરૂરિયા વધી છે. પૂરવઠો નિયમિત મળી રહે અને અન્યાય ન થાય એ માટે ઉર્જા મંત્રી કનનુ દેસાઈની ચેમ્બરમાં મિટિંગ હતી. જેમાં બ્રિજેશ મેરજા, કોંગ્રેસના ધારાસભ્ય ઉપસ્થિત હતા. 8 કલાક વીજળી પૂરા વોલ્ટેજ થી 8 કલાક સતત વિજળી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. જો કોઈ સમસ્યા થાય તો છેલ્લે 6 કલાક વીજળી તો આપવામાં આવશે.