બોલીવુડના મેગાસ્ટાર શાહરુખ હમણાં પોતાની આવનારી ફિલ્મ પઠાનને લઈને ચર્ચામાં છે ત્યારે હવે આજે મંગળવારે શાહરુખ ખાને પોતોના નવા OTT પ્લેટફોર્મની જાહેરાત કરી છે જે ટૂંક સમયમાં આવશે. આજે શાહરુખે પોતાના ટ્વીટર પર એક ફોટો શેર કરીને આ વિશે માહિતી આપી હતી. હાલ નેટફ્લીક્સ, એમોઝોન પ્રાઈમ, હોટસ્ટાર, ઝી ફાઈવ વગેરે જેવા OTT પ્લેટફોર્મ મનોરંજન માટે યુવા વર્ગમાં ચર્ચામાં રહે છે ત્યારે હવે શાહરુખ ખાને પોતાના નવા OTT પ્લેટફોર્મની જાહેરાત કરી છે.
શાહરુખે એક ફોટો ટ્વીટ કર્યો હતો જેમાં તે થમ્સ અપ કરી રહ્યો છે અને બાજુમાં ઓટીટી SRT+ નો લોગો પણ છે. શાહરુખે ટ્વીટમાં લખ્યું કે, કુછ કુછ હોને વાલા હૈ, OTT કી દુનિયા મેં.
શાહરુખ ખાનના ટ્વીટ બાદ ફિલ્મમેકર અનુરાગ કશ્યપે શાહરુખના ટ્વીટને રી-ટ્વીટ કરીને બધાને આશ્ચર્યમાં મુક્યા હતા. અનુરાગે લખ્યું કે, સપનું સાકાર થઈ રહ્યું છે. શાહરુખ સાથે તેના નવા OTT પ્લેટફોર્મ પર સાથે કામ કરી રહ્યો છું.
આ પહેલાં સલમાન ખાને પણ શાહરુખના આ નવા OTT પ્લેટફોર્મની શરુઆત પર શુભકામનાઓ આપી હતી. સલમાને શાહરુખના ટ્વીટને રી-ટ્વીટ કરતાં લખ્યું કે, આજ કી પાર્ટી તેરી તરફ સે...