Stree 2 Box Office Collection Day 10: એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હૉરર-કૉમેડી ફિલ્મ 'સ્ત્રી 2'ની બૉક્સ ઓફિસ પર જોરરાદ દાદાગીરી ચાલી રહી છે. આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી અને પહેલા દિવસથી બૉક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. 'સ્ત્રી 2' રિલીઝ થયાને દસ દિવસ થઈ ગયા છે અને તે દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. બીજા શનિવારના મજબૂત કલેક્શન સાથે ફિલ્મે ભારતમાં 350 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.


મેડૉક ફિલ્મ્સ અનુસાર, 'સ્ત્રી 2' એ 9 દિવસમાં ઘરેલુ બૉક્સ ઓફિસ પર કુલ 327 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બૉક્સ ઓફિસ પર દરરોજ મોટી કમાણી કરતી ફિલ્મનું કલેક્શન કામકાજના દિવસોમાં ઘટી ગયું હતું. પરંતુ બીજા શનિવારે ફરી એકવાર 'સ્ત્રી 2'ની ગતિ વધી. Sacknilk અનુસાર, ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર બીજા શનિવારે એટલે કે 10મા દિવસે કુલ 32.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે.


350 કરોડ ક્લબનો ભાગ બની 'સ્ત્રી 2' 
'સ્ત્રી 2' તેના 10મા દિવસના કલેક્શન સાથે 350 કરોડ ક્લબનો ભાગ બની ગઈ છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મે ભારતમાં કુલ 359.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ મજબૂત કલેક્શન સાથે 'સ્ત્રી 2' એ બૉલીવૂડથી લઈને સાઉથ સુધીની ઘણી હિટ અને સુપરહિટ ફિલ્મોને માત આપી છે.






'સ્ત્રી 2' એ તોડ્યો આ ફિલ્મોનો રેકોર્ડ 
હૉરર-કૉમેડી ફિલ્મ 'સ્ત્રી 2' એ સલમાન ખાનની ગયા વર્ષે રિલીઝ થયેલી 'ટાઈગર ઝિંદા હૈ' (339.16 કરોડ)ને પાછળ છોડી દીધી છે. આ સિવાય આ ફિલ્મે આમિર ખાનની 'પીકે' (340.8 કરોડ) અને રણબીર કપૂરની 'સંજુ' (342.57 કરોડ)ના લાઈફટાઇમ કલેક્શનને પણ પછાડી દીધું છે. બૉલીવૂડની સાથે 'સ્ત્રી 2'એ સાઉથની ઘણી ફિલ્મોને પણ માત આપી છે. જેમાં 'જેલર' (348.55 કરોડ) અને 'લિયો' (341.04 કરોડ)નો સમાવેશ થાય છે.


આ પણ વાંચો


Stree 2: શ્રદ્ધા કપૂરની ફિલ્મ હિન્દી સિનેમાની ટૉપ 20 હિટ ફિલ્મોમાં થઇ સામેલ, 'ધૂમ 3’ અને RRRને પછાડી