ઋષિ કપૂરે અપીલ કરતા કહ્યું કે, આ સમયે રાજ્ય સરકારે શરાબની તમામ દુકાનો ખોલી દેવી જોઈ. તેમણે ટ્વિ્ટ કરીને લખ્યું કે, સરકારે સાંજના સમયે તમામ દારુની દુકાનો ખોલી દેવી જોઈએ. મારો ખોટો અર્થના કાઢતા, પરંતુ વ્યક્તિ ઘર પર બેસીને ડિપ્રેશનમાં જીવવા માટે મજબૂર છે. ડૉક્ટર, પોલીસવાળાને પણ તણાવમાંથી મુક્તિ જોઈએ. આમ પણ બ્લેકમાં વેચાઈ રહી છે.
ઋષિ કપૂરે સરકારને અપીલ કરી છે કે, આ સમયે દારુને પણ કાયદેસર કરી દે. તેમના અનુસાર રાજ્ય સરકારને આમ એક્સાઈઝથી મળતા પૈસાની ખૂબજ જરૂર છે. હવે ઋષિ કપૂરની આ માંગ પર લોકો તેમના ઘેરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
એક યૂઝરે લખ્યું કે, ડિપ્રેશન દરમિયાન દારુ પીવું વધુ ખતરનાક છે. કેટલાકે કહ્યું કે, આમ કરવાથી પેનિક ફેલાઈજ જશે અને દુકાનોની બહાર મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ જશે.