એક્ટર સોનુ સૂદે મદદ માટે હાથ લંબાવ્યો છે, આ વાતની જાણકારી ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પોતાના ટ્વીટર હેન્ડલ મારફતે આપી હતી. એક્ટરના આ પગલાની લોકો ખુબ પ્રસંશા કરી રહ્યાં છે.
સોનુ સૂદે પોતાની વાયરસ થઇ રહેલા પોતાની પૉસ્ટમાં લખ્યું- આ મુશ્કેલીના સમયમાં આપણે લોકોએ રાષ્ટ્રીય હીરોનુ સમર્થન કરવાની જરૂર છે, જે દિવસ રાત થાક્યા વિના આપણા માટે કામ કરી રહ્યાં છે. સ્વાસ્થ્યકર્મીઓ માટે હું જુહુમાં આવેલી મારી હૉટલને ખોલી રહ્યો છુ, આ હીરો દ્વારા કરવામાં આવી રહેલા કામને ધ્યાનમાં રાખીને આપણે તેમના માટે આટલુ તો કરી જ શકીએ છીએ. અત્યારના સમયે આપણે બધા સાથે છીએ અને તેમનો સાથ આપીએ છીએ.
સોનુ સૂદે જુહુમાં આવેલી પોતાની હૉટલને ડૉક્ટર અને મેડિકલ સ્ટાફ માટે ખુલ્લી મુકી દીધી છે, તેઓ ત્યાં જઇને રોકાઇ શકે છે, ખાઇ શકે છે, બધુ જ કરી શકે છે, બધી વાતની સોનુ સૂદે છુટ આપી છે.
નોંધનીય છે કે, બૉલીવુડના અનેક સેલેબ્સ કોરોના સામેના જંગમાં પોતાના તરફથી મદદ કરી રહ્યાં છે.