આ પહેલા વિશેષ કોર્ટ અને બોમ્બે ઉચ્ચ ન્યાયાલયે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. શોવિકે એનીપીએસ અધિનિયમ સંબંધી મામલાની સુનાવણી કરી રહેલી વિશષ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરીને સુપ્રીમ કોર્ટે હાલમાં જ આપેલા આદેશનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે, એનસીબી અધિકારીઓ સમક્ષ આપવામાં આવેલા કન્ફેશનલ નિવદનો પૂરાવા તરીકે માની શકાય નહીં.
શોવિકે અરજીમાં કહ્યું કે, તેને આ મામલે ખોટી રીતે ફસાવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આરોપી વિરુદ્ધ સમજ્યા વિચાર્યા વગર ધારા 27(એ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કસ્ટડી સંબંધિત અરજીઓણાં હજુ સુધી આવા કોઈ આરોપનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જે એનડીપીએસ અધિનિયમની ધારા 27એ હેઠળ આવે છે.