મુંબઇઃ ડ્રગ્સ મામલામાં શ્રદ્ધા કપૂર સાથે એનસીબીએ પુછપરછ પુરી થઇ ગઇ,સુત્રો અનુસાર, અભિનેત્રી શ્રદ્ધા કપૂરે એનસીબી સમક્ષ કેટલીક મોટી કબુલાતો કરી છે. શ્રદ્ધાએ સીબીડી ઓઇલ માંગવાની વાત એનસીબી સમક્ષ કબૂલી છે.
એનસીબી સમક્ષ શ્રદ્ધા કપૂરે જણાવ્યુ કે, તેને જયા સાહા પાસે ટ્રૉમેટિક સ્ટ્રેસ, થાક માટે સીબીડી ઓઇલ માંગ્યુ હતુ. આ સ્ટ્રેસ બસ્ટર (તણાવને ખતમ કરનારુ)ની જેમ કામ કરે છે. ડ્રગ્સની રીતે સીબીડી ઓઇલ ન હતી લેવામાં આવી. એટલે શ્રદ્ધા કપૂરએ જયાની સાથે ચેટની વાત કબુલી હતી. જો જરૂર પડશે તો શ્રદ્ધા કપૂરને ફરીથી પુછપરછ માટે બોલાવી શકે છે.
વળી, સુત્રો અનુસાર, સારા અલી ખાને એનસીબીને જણાવ્યુ કે તેના અને સુશાંત સિંહ રાજપૂતની વચ્ચે વર્ષ 2019માં બ્રેકઅપ થઇ ગયુ હતુ. સારા અનુસાર, સુશાંત આ રિલેશનને લઇને પઝેશિવ હતો, સુશાંત ઇચ્છતો હતો કે સારા તેની નેક્સ્ટ ફિલ્મ માટે સાઇન કરે જે તે તેના માટે સંભવ ન હતુ.
આની સાથે સારાએ કહ્યું કે સુશાંત સંબંધોને લઇને વફાદાર ન હતો, સારા અલી ખાને તેના અને સુશાંત સિંહ રાજપૂતની વચ્ચેની ડ્રગ ચેટ બતાવવામાં આવી. અભિનેત્રીએ કહ્યું કે, થાઇલેન્ડે પણ સુશાંત ડ્રગ્સ લીધુ હતુ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
ડ્રગ્સ કેસમાં પુછપરછ દરમિયાન શ્રદ્ધા કપૂરે એનસીબી સમક્ષ શું લેવાની વાત કબુલી, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Sep 2020 12:08 PM (IST)
સુત્રો અનુસાર, અભિનેત્રી શ્રદ્ધા કપૂરે એનસીબી સમક્ષ કેટલીક મોટી કબુલાતો કરી છે. શ્રદ્ધાએ સીબીડી ઓઇલ માંગવાની વાત એનસીબી સમક્ષ કબૂલી છે
ફાઇલ તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -