મુંબઈ : અભિનેતા સોનુ સૂદ (Sonu sood) જેમણે કોરોના વાયરસ (Coronavirus)મહામારીના કારણે લોકડાઉનમાં સ્થળાંતર કરાયેલા કામદારોને મદદ કરી હતી. જને કારણે લોકોએ તેને મસિહાનું નામ  આપ્યું છે. તેમણે લોકડાઉન (Lockdown) સમયે દેશના અલગ-અલગ  ભાગમાંથી આવેલા મજૂરો અને કામદારોને તેમના શહેર અને ગામમાં સુરક્ષિત રીતે પહોચાડ્યા છે.  આ માટે તેમને રાજ્ય કક્ષાથી આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીના સન્માન મળી ચૂક્યા  છે.


સોનુ સૂદને ફરી એક વખત આંતરરાષ્ટ્રીય કક્ષાનો બીજો એવોર્ડ મળ્યો છે.  હાલમાં જ સોનુ સૂદને ફોર્બ્સ (Forbs)દ્વારા લીડરશીપ એવોર્ડ 2021 આપવામાં આવ્યો છે.  સોનૂ સૂદે આ એવોર્ડ(Award)ની એક તસ્વીર અને પોતાની લાગણીઓ  સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી છે. આ એવોર્ડમાં સોનુ સૂદ (Sonu sood)ને કોવિડ -19(Covdd-19) હિરો બતાવવામાં આવ્યો છે.



સોનૂ સૂદે આ તસવીર શેર કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો છે. સોનૂને આ એવોર્ડ વર્ચ્યુઅલ રીતે મળ્યો હતો. સોનુ સૂદના આ ટ્વિટ પર ચાહકો શુભેચ્છાઓ આપી રહ્યા છે.  લોકડાઉન (Lockdown)દરમિયાન સોનુ સૂદે કામદારો માટે ઘરે જવા   બસ અને વિમાનની વ્યવસ્થા કરી હતી.


હવે સોનુ સૂદ લોકોની સારવાર કરી રહ્યો છે


આ સિવાય સોનુ સૂદ (Sonu sood)આજકાલ ઘણા બીમાર લોકોની સારવાર  કરતા જોવા મળી રહ્યા છે. તેણે એક પોસ્ટ ટ્વિટ કરી જેમાં  લખ્યું, "યે હુઇ ના બાત. ખુશ." તેણે ગોવિંદ અગ્રવાલની સારવાર કરી જે પછી આ માણસ આજે સુખી જીવન જીવે છે.



હાલમાં જ ડોમેસ્ટીક ઉડ્ડયન કંપની સ્પાઇસ જેટે સોનૂ સૂદને સેલ્યૂટ કરતા સ્પાઇસજેટ બોઇંગ 737 પર સોનૂની તસવીર ડ્રો કરી છે.  આ તસવીર સાથે સોનૂ માટે ખાસ અંગ્રેજીમાં એક પંકિત પણ લખવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, ‘ અ સેલ્યૂટ ટૂ ધ સેવિયર સોનૂ સૂદ’ અર્થાત ‘મસીહા સોનૂ સૂદ’