મુંબઇઃ નાના પડદાની પૉપ્યૂલર એક્ટ્રેસ બની ચૂકેલી નિયા શર્મા આજકાલ પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાના સ્ટાઇલ સ્ટેટમેન્ટથી પણ ચર્ચામા આવી ગઇ છે. નિયા શર્મા હંમેશા પોતાના ગ્લેમરસ લૂકથી ફેન્સને ક્લિન બૉલ્ડ કરતી રહે છે, હવે તેનો એક એવો અંદાજ જોવા મળ્યો છે જે કાતિલની સાથે સાથે બૉલ્ડ પણ છે. 


તાજેતરમાં જ એક્ટ્રેસ નિયા શર્માએ પોતાની કેટલીક સુંદર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, આ તસવીરોને જોઇને લોકો તેના સિઝલિંગ લૂકની ખુબ પ્રસંશા કરી રહ્યાં છે. એક્ટ્રેસે જે તસવીરો શેર કરી છે, તેમાં તે બ્રાઉન્ રંગની શિમરી આઉટફિટમાં દેખાઇ રહી છે. જુઓ તસવીરો....


ઇન્સ્ટા પર શેર કરવામા આવેલી તસવીરોમાં જોઇએ તો, પહેલી તસવીરોમાં નિયા બાથરૂમમાં બેસેલી દેખાઇ રહી છે, પોતાના આ શિમરી આઉટફિટની સાથે એક્ટ્રેસે કેટલાય દાગીના પહેરેલા છે, વાળમાં તેને ચોટલી બનાવી છે. તો વળી બીજીબાજુ એક્ટ્રેસને એકથી એક દિલકશ પૉઝમાં દેખી શકાય છે. આ તસવીરોને શેર કરતા એક્ટ્રેસે લખ્યું- હૉટ ચૉકલેટ, વૉલનટ બ્રાઉની કે પછી કીટો કેક ? નિયાની આ તસવીરોને જોયા બાદ ફેન્સથી લઇને સેલેબ્સ સુધી તેની પ્રસંશા કરવામાં લાગ્યા છે.  






નિયા શર્માની તસવીરો વાયરલ થયા બાદ ફેન્સ પણ તેના પર કૉમેન્ટ્સ કરી રહ્યાં છે. કેટલાક વળી લખી રહ્યાં છે હૉટ લાગી રહી છે નિયા, તો વળી કેટલાક બોલે છે સેક્સી. નિયાના કૉમેન્ટ બૉક્સમાં ફેન્સ એકપછી એક કૉમેન્ટ કરી રહ્યાં છે જેમાં કેટલાક લાઇક્સ કરી રહ્યાં છે તો કેટલાક ટ્રૉલ પણ કરી રહ્યાં છે. 


ઉલ્લેખનીય છે કે, નિયા શર્મા (Nia Sharma) જમાઇ રાજા, નાગિન જેવી કેટલીય સીરિયલોમાં કામ કરી ચૂકી છે. આ ઉપરાંત નિયા શર્માએ વેબ સીરીઝ ટ્વીસ્ટેડમાં પણ દમદાર અભિનય કરતી દેખાઇ હતી.