મુંબઈ: શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મીરાનું સોશિયલ મીડિયા પર શાનદાર ફેન ફોલોઅર્સ છે. ઘણી વખત તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે.
આવું ફરી એક વખત થઈ રહ્યું છે. મીરા રાજપૂતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે.
મીરાએ પીચ કલરની પ્રિંટેડ સ્વિમ ડ્રેસ પહેરી છે. તેના હાથ ઉપર એક સ્ટોલ રાખી છે. ઓવરસાઈઝ્ડ સનગ્લાસ સાથે વ્હાઈટ કલર કોલ્હાપુરી ચપ્પલ તેના લુકને શાનદાર કરે છે.
મીરા રાજપૂતની લોકપ્રિયતા એટલી છે કે આ તસવીરને આશરે 2 લાખ લાઈક્સ મળી ચૂક્યા છે. મીરાએ તસવીર શેર કરતા લખ્યું, ખરાબ થવાના થોડી મિનિટ પહેલા. મીરાની આ તસવીર પર ચાહકો અને સેલેબ્સ કોમેન્ટ કરી રહ્યા છે.
મીરા રાજપૂત અને શાહીદ કપૂરના લગ્ન 7 જૂલાઈ 2015ના થયા હતા. બંનેની એક દિકરી મિશા અને એક દિકરો જેન છે. શાહિદ કપૂર હાલના દિવસોમાં આગામી ફિલ્મ જર્સીમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે પિતા પંકજ કપૂર અને મૃણાલ ઠાકુર સાથે જોવા મળશે.