Happy Birthday Kriti Sanon: બૉલીવુડની સુંદર અને જાણીતી એક્ટ્રેસ કૃતિ સેનન દર વર્ષે 27 જુલાઇએ પોતાનો જન્મદિવસ મનાવે છે, આ એક્ટ્રેસ પોતાની સુંદરતા અને અદાકારીથી દર્શકોનુ ખુબ દિલ જીતી રહી છે. એક્ટ્રેસના પરિવારનો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કોઇપણ જાતનો સંબંધ ના હોવા છતાં એક્ટ્રેસ આજે બૉલીવુડનો ચમકતો સિતારો બની ગઇ છે. જાણો તેના 32માં જન્મદિવસ નિમિતે તેની લાઇફ વિશે.....
કૃતિ સેનનનો જન્મ 27 જુલાઇ 1990ના દિવસે દિલ્હીમાં થયો હતો, કૃતિ સેનને નોઇડાની એક કૉલેજમાં બીટેક સુધીનો અભ્યાસ કર્યો છે. આ અભિનેત્રીએ પોતાની કેરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મથી કરી હતી, આ ફિલ્મમાં તેની સાથે સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ દેખાયો હતો.આ ફિલ્મ બાદ એક્ટ્રેસ કૃતિ સેનને બૉલીવુડમાં હીરોપંતી ફિલ્મથી એન્ટ્રી મારી, આમાં કૃતિ સેનનની સાથે ટાઇગર શ્રોફ હતો, આ પછી તેને ક્યારેય પાછળ વળીને નથી જોયુ. ત્યારબાદ તેને એક પછી એક ચઢિયાતી ફિલ્મો આપી હતી.
એક્ટ્રેસે આ પછી રાબ્તા ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યુ હતુ, આ એક લવ સ્ટૉરી ફિલ્મ હતી જે પૂર્વ જન્મ પર આધારિત હતી. આમાં કૃતિ સેનન બે રૉલમાં દેખાઇ હતી.
આ પછી બરેલી કી બર્ફી ફિલ્મમાં કૃતિ સેનને આયુષ્યમાન ખુરાના સાથે કામ કર્યુ હતુ, આને બૉક્સ ઓફિસ પર ખુબ પ્રેમ મળ્યો હતો. આ પછી લુકા છિપી ફિલ્મ પણ વર્ષ 2019માં સારી ચાલી, આની કહાની લિવ ઇન રિલેશનશીપ પર આધારિત હતી. આ પછી એક્ટ્રેસ 2019માં પાનીપત ફિલ્મમાં કામ કર્યુ હતુ, ખાસ વાત છે કે, આ પછી કૃતિ સેનને મિમી ફિલ્મમાં મુખ્ય રૉલમાં કામ કર્યુ હતુ. આ ફિલ્મમાં એક્ટ્રેસ એક સરોગેટ મધરના રૉલમાં હતી, આ એક ચેલેન્જિંગ વર્ક હતી.
આ પણ વાંચો...........
Monkeypox Case In Delhi: દિલ્હીમાં મંકીપૉક્સનો વધુ કેસ, વિદેશ યાત્રાને છે રેકોર્ડ
સરકારે 4,32,796 કંપનીઓના નામ લિસ્ટમાંથી હટાવ્યા, ઝડપથી તપાસો કે તમારી કંપનીનું નામ તો તેમાં નથી ને
જોખમ વગર કરોડપતિ બનવા માંગો છો, આ સરકારી યોજનાઓમાં કરો રોકાણ, જાણો