Hyderabad Sandhya Theatre: હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં 4 ડિસેમ્બરે થયેલી નાસભાગના CCTV ફૂટેજ સામે આવ્યા છે. 14 સેકન્ડના આ વીડિયોમાં કોઈ અવાજ નથી, પરંતુ તેમાં ભીડ ગેટ પર ધક્કો મારતી અને જબરદસ્તી એન્ટ્રી કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. ફૂટેજમાં મેટલના દરવાજા તૂટેલા અને પ્લાસ્ટિકની બૉટલો અને કાગળના ટૂકડા જમીન પર આમતેમ ફેલાયેલા જોવા મળે છે.


માહિતી અનુસાર, આ વીડિયો લગભગ 9:15 વાગ્યાનો હોવાનું કહેવાય છે, જે અલ્લૂ અર્જૂન થિયેટરમાં પહોંચવાના 15 મિનિટ પહેલાનો છે. ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે સુરક્ષાકર્મીઓ ભીડને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ લોકો બળજબરીથી ધક્કો મારીને આગળ વધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અલ્લૂ અર્જૂન થોડા સમય પછી ત્યાં પહોંચ્યો ત્યારે ભાગદોડ મચી ગઈ અને રેવતી નામની મહિલાનું મોત થયું, જ્યારે તેનો 8 વર્ષનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો. તે હજુ પણ કોમામાં છે.


તેલંગાણા હાઇકોર્ટે આપ્યા અભિનેતાના વચગાળાના જામીન - 
આ ઘટના બાદ પોલીસે 9 દિવસ પછી એટલે કે 13 ડિસેમ્બરે અલ્લૂ અર્જૂનની ધરપકડ કરી હતી. નીચલી અદાલતે તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો, પરંતુ થોડા કલાકો પછી તેલંગાણા હાઈકોર્ટે તેને વચગાળાના જામીન આપી દીધા. કોર્ટે અભિનેતાને તેના મૂળભૂત અધિકારોનો હવાલો આપીને જામીન આપ્યા હતા. જોકે, કૉર્ટનો આદેશ મોડો આવવાને કારણે અભિનેતાને રાતભર જેલમાં રહેવું પડ્યું હતું.


પોલીસે કરી અલ્લૂ અર્જૂનની પુછપરછ 
દરમિયાન, મંગળવારે (24 ડિસેમ્બર 2024), અલ્લૂ અર્જૂનને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો. લગભગ ચાર કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે તેને પૂછ્યું કે શું તે જાણતો હતો કે પોલીસે તેને ફિલ્મના પ્રીમિયરમાં આવવાની પરવાનગી આપી ન હતી. તેમને એ પણ પૂછવામાં આવ્યું કે આ ઘટના પછી તેમને મહિલાના મોતની માહિતી ક્યારે મળી.


આ પણ વાંચો


'રશ્મિકાએ પુષ્પા-2માં આ બૉલ્ડ સીન ડરતાં-ડરતાં આપ્યો હતો, ગભરાઇ ગઇ હતી પરંતુ...' - ખુદ અભિનેત્રીએ કર્યો ખુલાસો