Jawan Leaked Online In HD Quality: શાહરૂખ ખાન અને નયનતારા સ્ટારર અને એટલી દિગ્દર્શિત ફિલ્મ 'જવાન' આખરે થિયેટર્સમાં રિલીઝ થઈ છે. એક રિપોર્ટ અનુસાર, સવારના શો લગભગ હાઉસફુલ છે અને ચાહકો થિયેટર્સમાં ફિલ્મ જોતા જોતા ડાન્સ કરી રહ્યા છે. ટ્રેડ એનાલિસ્ટ દાવો કરી રહ્યા છે કે ફિલ્મ 'જવાન' પ્રથમ દિવસે બમ્પર કલેક્શન કરી શકે છે. આ બધાની વચ્ચે મેકર્સને મોટો આંચકો લાગ્યો છે. વાસ્તવમાં એક રિપોર્ટ અનુસાર, જવાનની રિલીઝના થોડા કલાકોમાં HD પ્રિન્ટમાં ઓનલાઈન લીક થઈ ગઈ છે.
મોટાભાગના લોકો શાહરૂખ ખાનની ‘જવાન’ને બ્લોકબસ્ટર હિટ ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું- જવાનને લઈને લોકોમાં ખૂબ ક્રેઝ છે. જ્યારે એકે લખ્યું- મેગા બ્લોકબસ્ટર.
શાહરૂખ ખાનની 'જવાન' ઓનલાઈન લીક થઈ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ જવાન રિલીઝના થોડા જ કલાકોમાં પાયરસીનો શિકાર બની ગઈ છે. આ મૂવી તમિલરોકર્સ, એમપીફોરમુવીઝ, Vegamovies અને Filmyzilla સહિતની ઘણી સાઇટ્સ પર HD પ્રિન્ટમાં મફતમાં ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. ફિલ્મ લીક થવાથી તેની કમાણી પર અસર થવાની સંભાવના છે. કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સને કરોડોનું નુકસાન થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે શાહરૂખ ખાનની કોઈ ફિલ્મ ઓનલાઈન લીક થઈ હોય આ પહેલા પઠાણ પણ તેની રિલીઝના થોડા કલાકો બાદ પાઈરેસીનો શિકાર બની હતી. જો કે, ફિલ્મના ઓનલાઈન લીક થવાની તેની કમાણી પર કોઈ અસર થઈ ન હતી અને શાહરૂખ ખાન-દીપિકા દાપુકોણ સ્ટારર ફિલ્મ પઠાણે રેકોર્ડ કલેક્શન કર્યું હતું.
'જવાન'એ માત્ર એડવાન્સ બુકિંગમાં જ કરોડો રૂપિયાની કમાણી કરી છે.
શાહરૂખ ખાનની 'જવાન' ઓનલાઈન લીક થવાથી મેકર્સને ઝટકો લાગ્યો હોય પરંતુ ફિલ્મના એડવાન્સ બુકિંગે જવાન' ટીમને ખુશ કરી દીધી છે. શાહરૂખ ખાનની આ ફિલ્મનું રેકોર્ડ બ્રેક એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. અને ફિલ્મે પ્રીબુકિંગથી 17 કરોડથી વધુની કમાણી કરી લીધી છે, તેથી પ્રથમ દિવસે ફિલ્મના બમ્પર કલેક્શનની દરેક આશા છે. શાહરૂખ ખાન સિવાય ફિલ્મમાં નયનતારા, વિજયસેતુપતિ, સાન્યા મલ્હોત્રા, રિદ્ધિ ડોગરા સહિતના ઘણા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણનો પણ ખાસ કેમિયો છે.