Jug Jugg Jeeyo Trailer: વરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર, નીતુ કપૂર અને મનીષ પોલ સ્ટારર ફિલ્મ 'જુગ જુગ જિયો'નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા છે જેમાં કોમેડી પણ ઉમેરવામાં આવી છે. જુગ જુગ જિયો ફિલ્મના 2 મિનિટ 56 સેકન્ડના આ ટ્રેલરમાં એક પરિવારના અનેક રંગો જોવા મળે છે.


આ ફિલ્મમાં પરિણીત કપલનું જીવન અને તેઓ જે પડકારોનો સામનો કરે છે તે દર્શાવામાં આવ્યું છે. ફિલ્મમાં કિયારા અને વરુણને પતિ-પત્નીના પાત્રમાં બતાવવામાં આવ્યા છે, જે લગ્નના થોડા સમય પછી એકબીજાથી છૂટાછેડા લેવા માગે છે. પરંતુ વરુણ આ વાત તેના માતા-પિતા અનિલ અને નીતુને કહી શકતો નથી.


ફિલ્મમાં પ્રાજક્તા કોલી દ્વારા ભજવવામાં આવેલી તેની નાની બહેનના લગ્ન પછી વરુણ તેના છૂટાછેડા વિશે પરિવારને જાણ કરવાનું નક્કી કરે છે. પરંતુ વરુણ કંઈક કહે તે પહેલા તેને ખબર પડે છે કે તેના પિતા પણ તેની માતાને છૂટાછેડા આપવા માંગે છે અને પિતાનું એક્સ્ટ્રા-મેરિટલ અફેર પણ છે.



આ ફિલ્મનું નિર્દેશન રાજ મહેતા કરી રહ્યા છે. ફિલ્મમાં તમને જબરદસ્ત સ્ટારકાસ્ટ જોવા મળશે. ફિલ્મ 'જુગ જુગ જિયો' 24 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની છે. સ્ટાર કાસ્ટની વાત કરીએ તો ફિલ્મમાં વરુણ ધવન, કિયારા અડવાણી, નીતુ કપૂર, અનિલ કપૂર મનીષ પોલ, ફેમસ યુટ્યુબર પ્રાજક્તા કોલી જોવા મળશે.


આ પણ વાંચોઃ


Qutub Minar : શું હવે કુતુબ મિનાર પરિસરમાં થશે ખોદકામ અને સર્વે? કેન્દ્રીય મંત્રી જી.કિશન રેડ્ડીએ આપ્યો જવાબ


રાજકોટમાં આજીડેમ પોલીસ સ્ટેશનમાં મહિલાની આત્મહત્યા, જાણો પોલીસે નિવેદનમાં શું કહ્યું


પુણેની રેલીમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેએ અલ્પેશ ઠાકોર પર આપ્યું નિવેદન, જાણો શું કહ્યું