બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાણાવતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે આંતરાષ્ટ્રીય મીડિયા અને દેશના બુદ્ધીજીવો પર રોષ ઠાલવતી જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે, ભારતને એ રીતે બતાવવામાં આવી રહ્યું છે. જાણે કે તે હાલ જ બંદરમાંથી માણસ બન્યું હોય
દેશમાં કોરોના વાયરસની મહામારીની બીજી લહેરમાં અત્યાર સુધીમાં કરોડો લોકો પ્રભાવિત થઇ ચૂક્યાં છે. સરકારની કોરોના વેક્સિનેશન અને ટેસ્ટની ગતિને લઇને ખામીઓ કાઢવામાં આવી રહી છે. ભારતમાં વધી રહેલી મહામારીને વિદેશી મીડિયામાં બતાવવામાં આવી રહી છે. આ તમામ ઘટનાના મુદે અભિનેત્રી કંગના રાણાવતે કેટલાક સવાલ ઉઠાવ્યાં છે.
કંગના રનૌતે ફેન્સના સાથે એક વીડિયો શેર કર્યાં છે. આ વીડિયોમાં તેમણે આંતરરાષ્ટ્રીય મીડિયા અને દેશના બુદ્ધિજીવી પર નિશાન સાધ્યું છે. આ વીડિયોમાં તે કહી રહી છે કે, “કોરોના સિવાય પણ એવી અનેક સમસ્યા છે. જે પરેશાન કરી રહી છે. જેને હું આપની સાથે ડિસકસ કરવા માંગું છું.આપણે જોયું હશે કે ભારત પર કોઇ મુશ્કેલી આવે તો એક ઇન્ટરનેશનલી મિશન ચાલે છે અને બધા જ દેશ એકજૂટ થઇ જાય છ”.
કંગના રનોતે આગળ કહ્યું કે, ભારતને એવી રીતે બતાવવામાં આવી રહ્યું છે. કે જાણે તે હાલ વાનરમાંથી માણસ બન્યા છે. જ્યાં સુધી આ 4 ગોરો આવીને આપણને નહી કહે કે, કેમ બેસાય, કેમ ઉઠાય, શું ખવાય, આપણે તો ખબર જ નથી કે ડેમોક્રેસી શું છે. તમારે કોનું સાંભળવું જોઇએ.. શું તમારામાં અકલ નથી. એની ચેનલ કહે છે. જેને તે બુદ્ધિજીવી માને છે”
કંગનાએ કહ્યું. મને કહો ટાઇમ્સ મેગેઝિન પર લાશોની ફોટો આવે છે. આ ફોટો બેસ્ટ સેલિંગ છે. બરખા દત્તજી જાય છે સીએનએન પર. રડે છે કે, અમે લોકો બંદર છીએ.રાણા અયૂબ અને અરૂંધતી રોય આ બધા જ ભારતીય છે. આ લોકો જ તેના સોર્સ બને છે. જે ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે છબી ખરાબ કરે છે.