Kareena Kapoor First Love: કરીના કપૂર ખાનનું નામ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની નીડર અભિનેત્રીઓમાં સામેલ છે. કરીના લાંબા સમયથી ફિલ્મોમાં સક્રિય છે અને તેણે એક પરિપક્વ અભિનેત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી છે. આજે, ભલે કરીના તેના કામને ખૂબ જ ગંભીરતાથી લે છે અને તેને વ્યવસાયિક રીતે પૂર્ણ કરે છે, પણ કરીના તેના બાળપણના દિવસોમાં ખૂબ જ બબલી હતી. બાળપણના દિવસોમાં તેમના મનમાં અવારનવાર કોઈને કોઈ તોફાન ચાલ્યા કરતાં હતા. તેની માતા બબીતા ​​કરીના કપૂર અને કરિશ્મા કપૂરને ખૂબ જ પ્રેમ કરે છે અને તેણે પોતાની બંને દીકરીઓનો ખૂબ જ ગર્વથી ઉછેર કર્યો છે. પરંતુ જ્યારે બંને બહેનો નાનપણમાં ભૂલો કરતી ત્યારે બબીતાએ તેમને સજા કરવામાં પાછી પાની પણ કરી નથી.


માતાએ કરીનાને બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દીધી 


કરીના કપૂરે બાળપણમાં એવી ભૂલ કરી હતી કે તેની માતાએ તેને દેહરાદૂનની એક બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દીધી હતી. કપિલ શર્માના શોમાં આ ફની સ્ટોરી વિશે વાત કરતા કરીના કપૂરે જણાવ્યું કે 15 વર્ષની ઉંમરે તેને એક છોકરો ખૂબ જ ગમતો હતો. અભિનેત્રીને તે છોકરા સાથે સમય પસાર કરવાનું પસંદ હતું. કરીના અવારનવાર તે છોકરાને ચોરીછૂપીથી મળતી રહેતી હતી. જ્યારે કરીનાની માતા બબીતાને આ વાતની જાણ થઈ તો તેણે કરીનાનો ફોન લઈ લીધો હતો અને તેને રૂમમાં બંધ કરી દીધી હતી. કરીના તે છોકરાને તેના મિત્રો સાથે મળવા માંગતી હતી. આવી સ્થિતિમાં જ્યારે બબીતા ​​બહાર ગઈ ત્યારે તેણે છરી વડે દરવાજાનું લોક ખોલ્યું અને છોકરાને મળવા દોડી ગઈ હતી.


આ વાતથી કરીના ચિડાઈ જતી હતી


જેવી જ બબીતા ​​ઘરે પરત આવી અને કરીનાના આ કૃત્યની જાણ થઈ તો તે ગુસ્સે થઈ ગઈ. બબીતાએ કરિનાને દહેરાદૂનની એક બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દીધી હતી, કારણ કે તેના વધતાં તોફાન અને છોકરાઓ સાથેની નિકટતા તેની માતાને પસંદ નહોતી. બીજી તરફ કરિશ્મા કપૂરે 14 વર્ષની ઉંમરથી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને તેને મિત્રો સાથે ફરવાની પણ છૂટ મળી હતી. જોકે કરીનાને આમ કરવાની મંજૂરી નહોતી અને આ જ વાત તેને પસંદ નહોતી.