બોલિવૂડ:  કરીના કપૂર ખાન હાલ પ્રેગ્નન્ટ છે અને તે તેમના મિત્રો સાથે સમય વિતાવી રહી છે. કરીના પ્રેગ્નન્સીના પિરિયડમાં ખુદને ખુશ રાખવાની કોશિશ કરી રહી છે. તેમણે મિત્રો સાથે વિતાવેલી પળોની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

 ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી તસવીર

કરીના પ્રેગ્નન્સીનો ટાઇમ તે ગર્લ ગેંગ સાથે અન્જોય કરીને વિતાવી રહી છે. તેમણે મિત્રો સાથે અન્જોય કરતી તસવીર પણ સોશિયલ મીડિયામાં શેર કરી છે. તસવીરમાં મલ્લિકા, અમૃતા અરોડા, નતાશા પૂનાવાલા, અને મલાઇકા,કરીના સ્મિત આપીને પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરને શેર કરતા કરીનાએ કેપ્શનમાં તેમની બહેનને મિસ કરતા લખ્યું છે કે, ‘મિસિંગ લોલો’


કરીનાની મલાઇકા અને અમૃતા સાથે ગાઢ મિત્રતા

કરીનાની મલાઇકા, અમૃતા અરોડા સાથે ગાઢ દોસ્તી છે. કરીના તેમના આ મિત્રો સાથે ચીલ કરતી જોવા મળે છે. તસવીરમાં કરીના કપૂર બ્લૂ આઉટફિટમાં નજર આવે છે. તો મલાઇકા વ્હાઇટ અને અમૃતા ફૌજી હુડ્ડીમાં પોઝ આપી રહી છે.

ફિલ્મ લાલ સિંહ ચડ્ઢામાં જોવા મળશે

કરીના કપૂર માર્ચમાં બાળકને જન્મ આપશે, વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના બહુ જલ્દી આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’માં જોવા મળશે,  કરીના આ પહેલા ઇરફાન ખાનની સાથે ફિલ્મ ‘અંગ્રેજી મિડિયમ’માં જોવા મળી હતી.