વેબ સિરીઝ ‘સ્કેમ 1992’થી દેશભરમાં પ્રખ્યાત થયેલા અભિનેતા પ્રતીક ગાંધીની મુસ્કેલી વધી છે. સોશિયલ મીડિયા પર તેમની ફિલ્મ પર બેન લગાવવાની અને તેમની ધરપકડ કરવાની સોશિયલ મીડિયા પર માંગણી ઉઠી રહી છે.
પ્રતિક ગાંધીની ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મને લઇને વિવાદ સર્જાયો છે. હિન્દુવાદીઓ આ ફિલ્મના કારણે રોષે ભરાયા છે. ફિલ્મનું નામ પહેલા રાવલ લીલા હતું. નામને લઇને વિવાદ સર્જાતા આખરે ફિલ્મનું નામ ભવાઇ કરી દેવાયું. જો કે તેમ છતાં હજુ પણ વિવાદ ખતમ થવાનો નામ નથી લેતો.
સોશિયલ મીડિયા પર હાલ # ban ravan leela bhavai અને # arrest Pratik Gandhi હેશટેગ ટ્રેન્ડ થઇ રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઇને એટલી નારાજગી જોવા મળી રહી છે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા અને અભિનેતા પ્રતીક ગાંધીની ધપકડ કરવાની માંગણી ઉઠી રહી છે.
આ ફિલ્મને લઇને આખરે શું વિવાદ છે. તેના વિશે વાત કરીએ તો, આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ વિવાદ શરૂ થયો હતો. ફિલ્મના કેટલાક સંવાદમાં રામનું અપમાન થતું હોવાનું અને રાવણની પ્રશંસા કરવામાં આવતાં ધાર્મિક ભાવના દુભાતા હિન્દુની ધાર્મિક લાગણી દુભાતા વિવાદ સર્જાયો છે.
ફિલ્મનો વિરોધ ઉગ્ર બનતા આ મામલે પ્રતિક ગાંધીએ બચાવમાં કહ્યું હતું કે, “ આ ફિલ્મ બે કલાકારોની પ્રેમ કહાણી છે. અહીં કથાનક અને સંવાદનું ખોટું અર્થઘટન કરવામાં આવતું હોવાથી વિરોધ થઇ રહ્યો છે હકીકતમાં ફિલ્મમાં કોઇની ઘાર્મિક ભાવના દુભાય તેવું કોઇ જ કન્ટેન્ટ નથી.
ફેસ્ટિવ સીઝન પહેલા જ ગ્રાહકોને મોટો ઝાટકો! આ દિગ્ગજ ટૂ-વ્હીલર કંપનીએ 3000 હજાર રૂપિયાનો વધારો કર્યો
Kohli on RCB Captaincy: કોહલીએ લીધો મોટો નિર્ણય, IPL 2021 ના બીજા તબક્કા બાદ છોડી દેશે RCB કેપ્ટનશીપ