ટેલિવૂડ:પોતાના ગ્લેમરસ અંદાજથી ચર્ચામાં રહેનાર નિયા શર્માએ નવા વર્ષમાં નવી કાર ખરીદી છે. તેમને સોશિયલ મીડિયા દ્રારા આ તસવીર શેર કરતા ખુશી વ્યક્ત કરી છે. જો કે તેમણે કારની તસવીરના ફોટો કેપ્શનમાં એક ઇમોશનલ નોટ લખી છે. જેમાં લખ્યું છે. ‘આપ ખુશી નથી ખરીદી શકતા પરંતુ કાર ખરીદી શકો છો, બંને એક જ સમાન છે’

નિયાએ Volvo XC90  કારની ખરીદી કરી છે. જેની કિંમત એક કરોડ છે. નિયાએ જે વીડિયો પોસ્ટ કરી છે. તેમાં તે કાર પરથી કવર હટાવતી જોવા મળે છે.


નવા વર્ષે કારની ખરીદી કરતા નિયાના ફેન્સ અને મિત્રો તેમને શુભકામના પાઠવી રહ્યાં છે. કારની ખરીદી બાદ નિયા તેમના મિત્રોને રાઇડ પર પણ લઇ ગઇ હતી. આ રાઇડનો વીડિયો પણ તેમણે શેર કર્યો છે. જેમાં એક્ટ્રર રવિ દુબે પણ જોવા મળે છે.


નવા વર્ષે મકાન પણ ખરીદ્યું

નિયા માટે નવા વર્ષની શરૂઆત સારી રહી. તેમણે કારની સાથે ઘર પણ ખરીદ્યું છે. આ નવા મકાનની તસવીર પણ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.


1990 સપ્ટેમ્બરમાં જન્મેલી નિયા શર્મા 30 વર્ષની છે. તેમને સિરીયલ ‘એક હજારો મેં મેરી બહેના’થી પોપ્યુલારિટી મળી હતી. ત્યારબાદ તેમણે ‘ઇશ્ક મે મર જાવા’ ‘નાગિન’ દરેક સિરિયલમાં યાદગાર ભૂમિકા નિભાવી.