મુંબઇઃ નોરા ફતેહી આજકાલ ફેન્સ સાથે જોડાયેલી રહેવા માટે પોતાના ઇન્સ્ટાગ્રામ પર નવા નવા વીડિયો અને ફોટોઝ શેર કરતી રહે છે. હવે તેને કંઇક અલગ કર્યુ છે, નોરાએ કરોડોની દાગીની અને ડ્રેસ પહેરેલો એક શાનદાર વીડિયો શેર કર્યો છે, જે ખુબ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોને જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે.

નોરા ફતેહીએ શેર કરેલા વીડિયોમાં શાઇનિંગ ડ્રેસની સાથે હેવી જ્વેલરી પણ દેખાઇ રહી છે, સાથે એક્ટ્રેસ વીડિયોમાં પૉઝ આપતી દેખાઇ રહી છે. ખાસ વાત છે કે નોરા ફતેહીના આ કરોડોના દાગીના અને ડ્રેસની તસવીર જોઇને ફેન્સ પણ દંગ રહી ગયા છે. આ વીડિયોમાં નોરા ફતેહીએ પીચ કલરનો એક સુંદર ડ્રેસ પહેરેલો છે, અને નોરા કોઇ અપ્સરાથી કમ નથી લાગી રહી.



વર્કફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહીએ પોતાની કેરિયરની શરૂઆત રોઅરઃ ટાઇગર્સ ઓફ ધ સુંદરબનથી કરી હતી. તાજેતરમાં જ તે રોના પંજાબી ગીત નાચ મેરી રાની પર બેલી ડાન્સ કરતી દેખાઇ હતી.