બોલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહીએ બોલીવુડમાં પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી છે. નોરા ફતેહીએ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની મહેનતથી ભારતમાં અને દુનિયાભરમાં જાણીતો ચહેરો બની ગઈ છે. કોઈ પણ ફિલ્મમાં કે આલ્બમમાં નોરા ફતેહીનું સોંગ તેના ચાહકો ઘણું પસંદ કરે છે. આ સાથે તે પોતાના ડાન્સને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. આટલી પ્રસિદ્ધી મેળવવા માટે નોરાને દરેક પગલે પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. નોરાએ કલાકો સુધી વિવિધ જગ્યાએ ઓડિશન અને સ્ક્રિન ટેસ્ટ પણ આપ્યા છે. આજે અમે તમને નોરા ફતેહીનો પ્રથમ ઓડિશન આપતો વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ. આ વીડિયોમાં પહેલી નજરે નોરાને ઓળખવી પણ મુશ્કેલ છે.
હાલ નોરા ફતેહીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો એ સમયનો છે જ્યારે નોરાએ બોલીવુડમાં પગ પણ નહોંતો મુક્યો. આ વીડિયોમાં નોરાને ઓળખવી પણ મુશ્કીલ છે. આ વીડિયોમાં નોરા મેકઅપ વગર એક સાદી છોકરીના રુપમાં દેખાઈ રહી છે. આ વીડિયોની શરુઆતમાં નોરા એક બોર્ડ પર પોતાના વિશેની બધી માહિતી લખીને બતાવી રહી છે.
વીડિયોની શરુઆતમાં નોરા ફતેહી પોતાની ઓળખાણ આપે છે જેમાં તે પોતાની ઉંમર પણ જણાવે છે. આ વીડિયો એ સમયનો છે જ્યારે નોરાની ઉંમર ફક્ત 20 વર્ષની હતી. નોરા ફતેહી વીડિયોમાં આગળ વિવિધ પરિસ્થિતિ અને સીન મુજબ એક્ટિંગ કરતી દેખાય છે. નોરા ફતેહીનો આ વીડિયો યુટ્યુબ પર ધ વાયરલ વીડિયોઝ નામની ચેનલ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે અને લાઈક પણ કર્યો છે.
આ પણ વાંચોઃ