Happy Birthday Nora Fatehi: અભિનેત્રી નોરા ફતેહી આજે (6 ફેબ્રુઆરી) પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. નોરાનો જન્મ 6 ફેબ્રુઆરી 1992ના રોજ ટોરોન્ટોમાં થયો હતો. અભિનેત્રીએ પોતાના ડાન્સથી બધાને દિવાના બનાવી દીધા છે. તેના દરેક ડાન્સ સોંગ રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે. નોરા બોલિવૂડમાં દિલબર ગર્લ તરીકે જાણીતી છે. તેમનું આ ગીત આખી દુનિયામાં છવાયું હતું.
આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું
નોરાએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ફિલ્મ રોરઃ ટાઈગર્સ ઓફ ધ સુંદરવનથી કરી હતી. આ સાથે તેણે ઘણી ફિલ્મો અને ગીતોમાં કામ કર્યું. હિન્દીની સાથે અભિનેત્રી તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય અભિનેત્રી રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. નોરાએ બિગ બોસ સીઝન 9માં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો. તેને 84માં દિવસે બિગ બોસના ઘરમાંથી બહાર કરવામાં આવી હતી. આ સિવાય તેણે ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા'માં પણ ભાગ લીધો છે. પરંતુ નોરાને વાસ્તવિક ઓળખ 2018ની ફિલ્મ સત્યમેવ જયતેના દિલબર ગીતથી મળી હતી. આ ગીત પછી તે દિલબર ગર્લ તરીકે પ્રખ્યાત થઈ ગઈ. ચાહકો તેની ફ્રી સ્ટાઇલ અને ડાન્સ મૂવ્સના દિવાના છે.
નોરા ફતેહી કેનેડાથી 5000 રૂપિયા લઈને ભારત આવી હતી
કહેવાય છે કે જ્યારે નોરા ફતેહી કેનેડાથી ભારત આવી ત્યારે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારતમાં ન તો તેનો કોઈ મિત્ર હતો કે ન તો તેને હિન્દી ભાષા આવડતી હતી. અભિનેત્રી માત્ર 5000 રૂપિયા લઈને કેનેડાથી ભારત આવી હતી. ભારત આવ્યા બાદ તેને સૌથી પહેલા હિન્દી શીખવાનું શરૂ કર્યું અને બોલવાનું પણ.. જો કે લોકો તે વખતે તેની ખૂબ જ મજાક ઉડાવતા હતા.
નોરા ફતેહીએ યુટ્યુબ પર વીડિયો જોઈને ડાન્સ શીખ્યો
નોરા તેની કોલેજમાં ડાન્સ કરતી હતી. તેણે ક્યારેય ડાન્સ શીખવા માટે કોઈ ક્લાસમાં જોડાઈ નથી. નોરાએ યુટ્યુબ વીડિયો જોઈને જ ડાન્સ શીખ્યો છે. એવું કહેવાય છે કે નોરા અભિનેત્રી દિશા પટનીને ડાન્સ સ્ટેપ શિખવતી હતી અને બંને ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે.