કલર્સ ટીવી પર પ્રસારિત રિયાલિટી શો ડાન્સ દિવાને-3માં  ઓલ્મિપિક સિલ્વર મેડલ  વિનર અને ભારતની સ્ટાર વેઇટ લિફ્ટર મીરાબાઇ ચાનું આવનાર છે. આ એપિસોડનો એક પ્રોમો વીડિયો રીલિઝ થઇ ગયો છે.  


 


કલર્સ ટીવી પર પ્રસારિત રિયાલિટી શો ડાન્સ દિવાને-3 હાલ શોના ટોપ લિસ્ટમાં સામેલ છે. આ શોના એક એપિસોડમાં ઓલ્મપિક સિલ્વર મેડલ વિજેતા મીરાબાઇ ચાનું જોવા મળશે, આ એપિસોડનો  એક પ્રોમો પણ રિલીઝ થઇ ગયો છે, આ શોમાં મારીબાઇ ચાનુ 15મી ઓગસ્ટે જોવા મળશે.


વીડિયોમાં જોઇ શકાય છે કે શોના મંચ પર મીરાબાઇ ચાનુ ઇમોશનલ થઇ જાય છે. તેમણે કહ્યું કે, ડાન્સ જોઇને તેમને બધું જ યાદ આવી ગયું.  આપ બધા જ મને માફ કરો. આ એપિસોડને જોવા દર્શકો આતૂર છે. ઉલ્લેખનિય છે કે, ટોકિયો ઓલ્મિપિકથી સિલ્વર મેડલ જિત્યા બાદ મીરાબાઇ ચાનુ અનેક સેલેબ્સને મળી ચૂકી છે. તેમણે થોડા સમય પહેલા જ સલમાન ખાન અને સચિન તેંદુલકર સાથે મુલાકાત કરી હતી.



મારીબાઇ ચાનુંએ સલમાન ખાન સાથે કરી હતી મુલાકાત


મારીબાઇ ચાનુ એ થોડા સમય પહેલા જ સલમાન ખાન અને સચિન તેંદુલકર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ સલમાન ખાને તેમની સાથેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં હતા. આ પોસ્ટ પર રિએકટ કરતા મારીબાઇએ લખ્યું હતું કે, “ ખૂબ ખૂબ ધન્યવાદ @BeingSalmanKhan સર, હું આપની જબરદસ્ત ફેન છે અને આપને મળવું મારા માટે એક સપના સમાન જ હતું.”આપને જણાવી દઇએ કે, મીરાચાનુ એ આ જ આ વાક્ય ન હતું કીધું. મીરાચાનુએ સલમાન ખાનની મુલાકાત પહેલા આપેલા એક ઇન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે, તે સલમાન ખાનની જબરદસ્ત ફેન છે. આપને જણાવી દઇએ કે મારીબાઇ ચાનું હાલ મુંબઇમાં છે અને ખુબ જ ખુશ જોવા મળી રહી છે.