OM-The Battle Within Teaser: આદિત્ય રોય કપૂર સ્ટારર ફિલ્મ 'ઓમ' નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર સાથે સંજના સાંઘી દેખાશે. રિલીઝ થયેલા 57 સેકન્ડના ટીઝરમાં ખુબ એક્શન અને ફાઈટ સિક્વન્સ બતાવામાં આવી છે. જો કે, ફિલ્મની કહાની અને પ્લોટ વિશે વધારે જાણકારી નથી આપવામાં આવી. પણ ટીઝર પરથી એટલું કહી શકાય કે ફિલ્મમાં દમદાર એક્શન જોવા મળશે.


આદિત્ય રોય કપૂરની ફિલ્મો મોટા ભાગે રોમેન્ટિક હિરોની ભૂમિકા હોય છે પરંતુ આ વખતે આદિત્ય સ્ક્રિન પર જબરદસ્ત એક્શન કરતો દેખાશે. ટીઝરની શરુઆતમાં આદિત્ય રોય કપૂર કહે છે કે, મને કંઈ યાદ નથી. આ બાદ એક અવાજ આવે છે, ભાગ ઋષિ ભાગ... આ સાથે એક બાળક બેકગ્રાઉન્ડમાં પાપા.. બોલતું પણ સંભળાય છે. આ પછી સ્ક્રિન પર જોરદાર એક્શન શરુ થઈ જાય છે અને આદિત્ય રોય કપૂર કહે છે કે, એક લડાઈ જીતને કે લીયે ઉસે કઈ બાર લડના પડતા હૈ..






જણાવી દઈએ કે, ફિલ્મ 1 જુલાઈ 2022ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મને ડાયરેક્ટ કરી છે કપિલ વર્માએ અને પ્રોડ્યુસ કરી છે અહમદ ખાન, શૈરા ખાન અને ઝી સ્ટૂડિયોજ. આદિત્ય રોય કપૂરની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે આગામી ફિલ્મ વિલેન 2માં દેખાશે. આ પહેલાં આદિત્ય લૂડો ફિલ્મમાં દેખાયો હતો.


આ પણ વાંચોઃ


વેડિંગ ફંક્શનમાં છવાયો અનુષ્કા શર્માનો ટ્રેડિશનલ લૂક, વિરાટ કોહલી સાથે આપ્યા પોઝ