Daler Mehndi Gets Bail: સિંગર દલેર મહેંદીને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. પંજાબ અને હરિયાણા કોર્ટે જામીન આપ્યા છે. 






જાણીતા પંજાબી સિંગર દલેર મહેંદીને 2 વર્ષની જેલની સજા થઈ હતી. પટિયાલા કોર્ટે દલેર મહેંદીએ કરેલી અપિલને ફગાવી દીધી હતી. દલેર મહેંદીને આ સજા વર્ષ 2003માં થયેલા માનવ તસ્કરીના કેસમાં મળી હતી.


શું હતો કેસઃ
2003માં દલેર મહેંદી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના ઉપર ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલવાનો આરોપ હતો. એવું કહેવાય છે કે આ કરવા માટે દલેર મહેંદીએ લોકો પાસેથી મોટી રકમ પણ ભેગી કરી હતી. 1998 અને 1999 ની વચ્ચે, દલેર મહેંદીએ સાન ફ્રાન્સિસ્કો અને ન્યુ જર્સીમાં ઓછામાં ઓછા 10 લોકોને ગેરકાયદેસર રીતે પહોંચાડ્યા હતા. આ પછી દલેર મહેંદી અને તેના દિવંગત ભાઈ શમશેર સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કેસ નોંધાયા બાદ બંને ભાઈઓ વિરુદ્ધ 35 જેટલી ફરિયાદો નોંધાઈ હતી. દલેર મહેંદી અને શમશેર સિંહ લોકોને વિદેશ લઈ જવા માટે પેસેજ મની તરીકે 1 કરોડ લેતા હતા. 2006માં દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલી તેમની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી કેસ ફાઈલના દસ્તાવેજો અને પાસના પૈસા મળી આવ્યા હતા. 2018માં, પંજાબની પટિયાલા કોર્ટે 2003ના આ માનવ તસ્કરી કેસમાં દલેરને દોષિત જાહેર કર્યો અને તેને બે વર્ષની જેલની સજા ફટકારી. પરંતુ સજા સંભળાવ્યાના 30 મિનિટ બાદ જ દલેર મહેંદીને કોર્ટે જામીન આપી દીધા હતા.


ભાઈજાન પર બીજીવાર હુમલાનું કાવતરું


સલમાન ખાન પર હજીય જીવનું જોખમ રહેલું છે. બિશ્નોઇ ગેંગે સલમાન ખાન પર બીજીવાર હુમલો કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું. પંજાબ પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં આ અંગનો ઘટસ્ફોટ કર્યો હતો. સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ પહેલાં લોરેન્સ બિશ્નોઇ ગેંગે સલમાન ખાનને મારવા માટે પ્લાન B તૈયાર કર્યો હતો. આ પ્લાનને ગોલ્ડી બરાડ, કપિલ પંડિત લીડ કરતા હતા. કપિલ પંડિતને હાલમાં જ ભારત-નેપાળ બોર્ડર પર પકડવામાં આવ્યો હતો. મુંબઈના વાજે વિસ્તારમાં પનવેલમાં કપિલ પંડિત, સંતોષ જાધવ, દીપક પુંડી તથા અન્ય બે શૂટર્સે ભાડે રૂમ લીધો હતો.

પનવેલમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું ફાર્મહાઉસ છે. તે ફાર્મહાઉસના રસ્તામાં જ લોરેન્સના શૂટર્સે રેકી કરીને રૂમ ભાડે લીધો હતો. તેઓ અહીંયા દોઢ મહિનો રોકાયા હતા. લોરેન્સના આ તમામ શૂટર્સ પાસે સલમાન પર હુમલો કરવા માટે ગન તથા કારતૂસ પણ હતા.શૂટર્સને એ વાતની જાણ હતી કે હિટ એન્ડ રન કેસમાં નામ આવ્યા બાદ સલમાન ખાનની કારની સ્પીડ ઘણી જ ઓછી છે. પનવેલમાં જ્યારે પણ સલમાન આવે છે તો તેની સાથે બૉડીગાર્ડ શેરા હોય છે.એટલું જ નહીં શૂટર્સે રેકી કરી હતી કે સલમાન ખાન પનવેલના કયા રસ્તેથી ફાર્મહાઉસ જાય છે. શૂટર્સે ફાર્મહાઉસના સુરક્ષાગાર્ડ્સ સાથે એક્ટરના ચાહક બનીને મિત્રતા કરી લીધી હતી. આ રીતે શૂટર્સ સલમાનની તમામ ગતિવિધિ પર ધ્યાન રાખી શકતા હતા. આ સમય દરમિયાન સલમાન ખાન બે વાર ફાર્મહાઉસ આવ્યો હતો, પરંતુ બિશ્નોઇ ગેંગ અટેક કરી શકી નહોતી.