Raghav Chadha Viral Video: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા સગાઈ પહેલાથી જ ચર્ચામાં રહ્યા છે. આ કપલે ક્યારેય સગાઈને લઈને મૌન તોડ્યું ન હતું. પરંતુ સમાચારથી પણ દૂર રહી શક્યા ન હતા. હવે બંનેની સગાઈ થઈ ગઈ છે. બંનેની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. હવે સંસદ ટીવી પરથી રાઘવ ચઢ્ઢાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાઘવ ચઢ્ઢાને તેના પહેલા પ્રેમની યાદ અપાવવામાં આવી રહી છે.
'રાઘવ પ્રેમ તો એક જ વાર થાય છે ને?'
રાઘવ ચઢ્ઢાએ પરિણીતી ચોપરા સાથે સગાઈ કરી લીધી છે. ટૂંક સમયમાં જ બંને લગ્નના બંધનમાં બંધાશે. આ દરમિયાન સગાઈ બાદ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. રસપ્રદ વાત એ છે કે આ વીડિયો સંસદ સત્ર દરમિયાનનો છે. જ્યારે રાઘવ ચઢ્ઢા સત્ર દરમિયાન કોઈને અભિનંદન આપી રહ્યા છે. આ પછી સ્પીકર વેંકૈયા નાયડુ રાઘવ ચઢ્ઢાને પૂછે છે, 'રાઘવ, મારા મતે પ્રેમ એક જ હોય છે ને? પહેલો પ્રેમ, બીજો પ્રેમ એવું કઈ હોય છે? પહેલો પ્રેમ જ હોય છે ને?
રાઘવ ચઢ્ઢાએ કંઈક આવો જવાબ આપ્યો
જ્યારે પ્રેમ વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાઘવ ચઢ્ઢાએ કહ્યું, 'હું આ બાબતમાં એટલો અનુભવી નથી સર, જીવનમાં એટલો અનુભવ થયો નથી, પણ હા સર સારું હોય છે. સાહેબ, જેટલું લોકો પાસેથી મે સમજ્યું છે તેટલું સારું છે.
સ્પીકરે આ સલાહ આપી હતી
રાઘવના જવાબ પછી સ્પીકર વેંકૈયા નાયડુ કહેતા જોવા મળે છે, 'હા પહેલો પ્રેમ સારો હોય છે, જીવનભર એવો જ રહે છે.'
ફિલ્મના સેટ પર પ્રેમ થયો હતો
આ કપલની લવસ્ટોરીની વાત કરીએ તો રાઘવ અને પરિણીતીની લવસ્ટોરી બહુ જૂની નથી. એવું માનવામાં આવે છે કે આ લવ સ્ટોરી ગયા વર્ષે શરૂ થઈ હતી જ્યારે પરિણીતીની એક ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. પરિણીતી પંજાબમાં ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'ચમકિલા'નું શૂટિંગ કરી રહી હતી અને સેટ પર રાઘવ ચઢ્ઢા એક મિત્ર તરીકે પરિણીતીને મળવા માટે ત્યાં પહોંચ્યા હતા.રિપોર્ટ્સ અનુસાર ત્યારથી બંને એકબીજાની નજીક આવી ગયા હતા. અને સમજવાનું નક્કી કર્યું. અને પછી એકબીજાના જીવન સાથી બની ગયા.