Guneet Monga On The Kapil Sharma Show : આ વખતે ઓસ્કાર વિનર ગુનીત મોંગા કપિલ શર્માના શોમાં જોવા મળ્યા હતા. ફિલ્મ નિર્માતા ગુનીત મોંગાને મધર્સ ડેના ખાસ અવસર પર બોલાવવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં ઓસ્કાર વિજેતા નિર્માતાએ જણાવ્યું કે જ્યારે તે પહેલીવાર ઓસ્કાર માટે ગયા હતા ત્યારે તેઓને દેશના તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે મદદ કરી હતી.






ગુનીત મોંગાએ વર્ણવી ઘટના


ધ એલિફન્ટ વ્હીસ્પર્સના નિર્માતાએ જણાવ્યું કે વર્ષ 2010માં તેણે એક શોર્ટ ફિલ્મ બનાવી હતી. ફિલ્મનું નામ કવિ હતું. આ ફિલ્મ ઓસ્કાર માટે નોમિનેટ થઈ હતી. પરંતુ તે સમયે મોંગા પાસે એવોર્ડ ફંક્શનમાં ભાગ લેવા વિદેશ જવા માટે પૈસા નહોતા.


તમામ પ્રભાવશાળી લોકોને ઈમેલ કરી માંગી હતી મદદ 


તેણે કહ્યું કે 'વર્ષ 2009માં મારા માતા-પિતાનું નિધન થયું હતું. તેથી મેં મુંબઈ આવવાનું નક્કી કર્યું. મેં તે સમયે ફિલ્મો બનાવવા માટે બધું છોડી દીધું હતું. મારી પાસે પૈસા ન હતા, તે સમયે હું પીજીમાં રહેતી હતી. મને વિઝા માટે પૈસાની જરૂર હતી. ભંડોળની જરૂર હતી. તેથી મેં તમામ પ્રભાવશાળી લોકોને ઈમેલ લખ્યો. મેં આ મેલ રિચર્ડ બ્રેન્સન, રતન ટાટા, એરલાઈન્સ કંપનીઓ અને ઘણા મોટા નામોને મોકલ્યા છે.


ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ સમગ્ર ફિલ્મના ક્રૂ-કાસ્ટને મદદ કરી હતી


તેમણે આગળ કહ્યું- 'મેં આ જ મેલ માનનીય શ્રીમતી પ્રતિભા પાટિલને મોકલ્યો હતો. મને તેઓએ તાત્કાલિક જવાબ આપ્યો હતો. તેમના સહાયકે મને પૂછ્યું કે તમે અમારી પાસેથી શું ઈચ્છો છો. તેથી મેં કહ્યું કે હું અને મારી કાસ્ટ અને ક્રૂ તમને મારી ફિલ્મ બતાવવા માંગીએ છીએ. મેં આવું એટલા માટે કહ્યું કારણ કે તમે ડાયરેક્ટ ફંડ માંગી શકતા નથી. તેથી મેં કહ્યું કે અમને રાષ્ટ્રપતિ ભવનમાં ફિલ્મ બતાવવાની મંજૂરી આપો. ત્યારબાદ હું સમગ્ર કાસ્ટ અને ક્રૂ સાથે ત્યાં ગઈ હતી, પરંતુ પ્રતિભાજીએ ફિલ્મ જોઈ ન હતી. પૃથ્વીરાજ ચૌહાણ જી એ ફિલ્મ જોઈ. તેમણે મને સાંભળી અને મને વિઝા અને ટિકિટ આપવામાં મદદ કરી. રહેવાની અને બીજી વસ્તુઓની પણ વ્યવસ્થા કરી આપી હતી.