મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને લઇને ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની વિધિઓ શરૂ થઇ ગઇ છે. 14 એપ્રિલે બંન્ને લગ્નના બંધનમાં બંધાશે. રણબીરની માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂરે ફંક્શન પછી આલિયા અને રણબીરના લગ્નની તારીખની પુષ્ટિ કરી હતી. રિદ્ધિમાએ કહ્યું કે આલિયા અને રણબીર 14 એપ્રિલે વાસ્તુમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.
રણબીર કપૂરની માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂરે ફંક્શન પછી પાપારાઝી સાથે વાતચીત કરી જણાવ્યં હતું કે તેઓ 14 એપ્રિલે લગ્ન કરવાના છે. નીતુ કપૂરે કહ્યું કે 14 એપ્રિલે વાસ્તુમાં લગ્ન થવાના છે.
નીતુ કપૂરને આલિયા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે હું તેના વિશે શું કહું તે શ્રેષ્ઠ છે. ભગવાન બંનેને આશીર્વાદ આપે. નીતુ કપૂર બાદ રિદ્ધિમાએ કહ્યું કે આલિયા ખૂબ જ ક્યૂટ છે. તે ઢીંગલી જેવી છે.
નોંધનીય છે કે બંન્નેના લગ્નની વિધિઓ શરૂ થઇ ગઇ છે. મહેંદી ફંક્શનમાં કરિશ્મા કપૂર, કરીના કપૂર, કરણ જોહર સહિત ઘણા લોકોએ હાજરી આપી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. નોંધનીય છે કે આલિયા અને રણબીર પ્રથમવાર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળવાના છે.