Salman Khan Galaxy Apartment : બોલિવૂડ અભિનેતા સલમાન ખાન દર વર્ષે ઈદ પર ચાહકોને મળે છે. તે તેના ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાં આવે છે અને રાહ જોઈ રહેલા ચાહકોને શુભેચ્છા પાઠવે છે. આ વર્ષે પણ તે 2023ની ઈદ પર ચાહકોને સજદા કરતો જોવા મળ્યો હતો. પરંતુ બોલિવુડમાં ભાઈ તરીકે ઓળખાતા સલમાન પર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા આપવામાં આવેલી ધમકીની અસર સ્પષ્ટરૂપે જોવા મળી હોય તેમ લાગતું હતું.
આ વખતે સલમાન ખાને બાલ્કનીમાંથી હાથ જોડીને તમામ ચાહકોનો આભાર માન્યો અને સ્મિત સાથે ઈદની શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં ભારે ભીડ પણ જોવા મળી હતી. રાતથી જ ચાહકોની લાંબી લાઈન લાગી જાય છે. ભાઈજાનની એક ઝલક જોવા માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો આવે છે. આવી સ્થિતિમાં ભાઈઓ પણ કોઈને નિરાશ કરતો નથી, પરંતુ તેમની સજદા કરતો જોવા મળ્યો હતો.
તાજેતરમાં જ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને જોઈ લેવાની ધમકી આપી હતી. ત્યાર બાદ પોલીસે સલમાન ખાનની સુરક્ષાને લઈને ઘણા કડક પગલાં લીધા છે. સતત જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે અભિનેતાએ વિદેશથી એક નવું બ્લૂટૂથ પ્રૂફ વાહન પણ મંગાવ્યું હતું. આ સ્થિતિ વચ્ચે અભિનેતાએ ઈદના તહેવારની ઉજવની તો કરી હતી. પરંતુ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, ભાઈજાન આ વર્ષે ઈદ પર જાહેરમાં જોવા નહીં મળે. ગેલેક્સીની બહાર ભીડને પણ પોલીસે વહેલી સવારે એકઠા થતા અટકાવી હતી. જેથી સુરક્ષાના કારણોસર સલમાન ખાન નહીં આવે તેવું લાગી રહ્યું હતું.
સલમાન ખાન સુરક્ષાના બાલ્કનીમાં તો આવ્યો પણ...
પરંતુ તેના કરોડો ચાહકોના દિલને ધ્યાનમાં રાખીને સલમાન ખાને તેને મળવાનું નક્કી કર્યું હતું. તે શનિવારે ઈદના દિવસે સાંજે 5.30 વાગ્યે બાલ્કનીમાં આવ્યો હતો પરંતુ માત્ર ગણતરીની મીનીટો માટે જ. બ્લુ કુર્તામાં ભાઈનો ઈદનો લુક જોવા મળ્યો હતો. તેણે બાલ્કનીમાંથી જ હાથ જોડીને દિલથી તમામ ચાહકોનો આભાર માન્યો હતો અને તેમને ઈદની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
પોલીસે ભીડને દૂર હટાવી
પોલીસ દ્વારા સુરક્ષાને લઈને નક્કર વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં ભીડને એકઠા થવા દેવાની ના પાડી રહી હતી. કેટલીક ક્ષણો એવી પણ આવી જ્યારે પોલીસે ભીડને વિખેરી નાખી. સોશિયલ મીડિયા પર જે પણ વીડિયો સામે આવ્યા છે જેમાં અભિનેતા બદલે થોડીવાર માટે ઘરની ગેલેરીમાં આવ્યો હતો. સલમાન બાલ્કનીમાં ધીમે ધીમે ચાલતા ચાહકોને મળ્યો અને પછી અંદર જતો રહ્યો હતો.