નવી દિલ્હી: તેલંગાણા હાઈકોર્ટે 6 મેના રોજ અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઝુંડ'ના OTT રિલીઝ પર રોક લગાવી હતી અને સુનાવણીની આગામી તારીખ 9 જૂન નક્કી કરતી વખતે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આદેશ સામે ફિલ્મના નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ ફિલ્મનું ડિરેક્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક નાગરાજ પોપટરાવ મંજુલેએ કર્યું છે. આ ફિલ્મ 4 માર્ચ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફિલ્મની OTT રિલીઝને પણ લીલી ઝંડી મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે તેલંગાણા હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવ્યો છે.
'ઝુંડ'નું નિર્માણ ભૂષણ કુમાર, ક્રિષ્ન કુમાર, સવિતા રાજ હિરેમઠ, રાજ હિરેમઠ, નાગરાજ પોપટરાવ મંજુલે, ગાર્ગી કુલકર્ણી, મીનૂ અરોરા અને સંદીપ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. અરજદાર ફિલ્મ નિર્માતા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અર્યમા સુંદરમે આ મામલો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યો હતો અને ઝડપી સુનાવણી કરવા વિનંતી કરી હતી. આ કેસમાં તેલંગાણા હાઈકોર્ટમાં જસ્ટિસ પી શ્રી સુધાની સિંગલ જજની બેંચે 29 એપ્રિલે હૈદરાબાદ સ્થિત ફિલ્મ નિર્માતા નંદી ચિન્ની કુમારે ફિલ્મ ઝુંડના નિર્માતા પર કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ લગાવતી અરજી દાખલ કરી હતી. ફિલ્મની રીલીઝ પર સ્ટેટસનો આદેશ આપતા કોર્ટે રીલિઝ રોકવાનો આદેશ આપ્યો હતો.
KGF 2 હવે OTT પર મચાવશે ધમાલ, આટલા અધધધ કરોડમાં વેચાયા ફિલ્મના રાઇટ્સ
દોસ્ત સાથે બિકીનીમાં પુલમાં કરી રહી હતી આ હૉટ એક્ટ્રેસ મસ્તી, તસવીર વાયરલ થતાં જ લોકો ભડક્યા,
Primary Symptoms Of Heart Attack: હાર્ટ અટેકના એક મહિના પહેલા જ શરીરમાં દેખાય છે આ લક્ષણો