મુંબઈની એક કોર્ટમાં ડ્રગ્સ પાર્ટી મામલે ધરપકડ કરવામાં આવેલા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન અને અન્ય બે લોકોને લઈ સુનાવણી ચાલી રહી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન, એનસીબી તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે જણાવ્યું હતું કે આર્યન ખાનની વોટ્સએપ ચેટથી ખબર પડી છે કે તેણે ડ્રગ્સ  માટે રોકડ વ્યવહાર કર્યો છે. તેમણે કહ્યું કે આર્યન ખાનની વોટ્સએપ ચેટથી ઘણી માહિતી મળી છે, જેની તપાસ અમારે કરવાની છે.



એનસીબી તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે જણાવ્યું હતું કે તથ્યો અને તેમની કડીઓ ચકાસવા માટે અમારે  ત્રણ આરોપીઓની કસ્ટડીની જરૂર છે. સમાજમાં, યુવાનો ડ્રગ્સના ભયથી સૌથી વધુ પ્રભાવિત થાય છે. અમે પાર્ટીના આયોજકોને પણ અટકાવ્યા છે. તેમણે કોર્ટને કહ્યું હતું. 



મુંબઈ: મુંબઈના દરિયાકાંઠે ક્રુઝ જહાજ પર NCB ના દરોડા બાદ ગઈકાલે ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને શહેરની કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. 


મુંબઈની એક કોર્ટમાં NCB તરફથી હાજર રહેલા  ASG અનિલ સિંહ  કહે છે કે આરોપી આર્યન ખાન, અરબાઝ શેઠ મર્ચન્ટ અને મુનમુન ધામેચા પર 8C, 20, 27 અને 35 NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. વધુ 5 આરોપીની  ધરપકડ કરવામાં આવી છે અને તે તપાસ હેઠળ છે.  તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.  NCB એ આરોપીઓની  9 દિવસની કસ્ટડી માંગી છે.


આર્યન ખાન તરફથી હાજર રહેલા વકીલ સતીશ માનશીંદે કહે છે કે તેમના ક્લાયન્ટ પાસેથી કોઈ પદાર્થ જપ્ત કરવામાં આવ્યો નથી જે NDPS એક્ટના ઉલ્લંઘનમાં છે. જો કોઈ અન્ય વ્યક્તિઓ (સહ-આરોપી) પાસેથી કોઈ પદાર્થ જપ્ત કરવામાં આવે છે જે મારા ક્લાયન્ટને કસ્ટડીમાં લેવા માટે કોઈ કારણ નથી.