Shahrukh Khan Reveal His Real Age : બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન ફેન્સને સરપ્રાઈઝ કરવાની કોઈ તક છોડતો નથી. 20 ફેબ્રુઆરીએ પણ કિંગ ખાને ટ્વિટર પર #Askrk સેશન રાખીને તેના ચાહકોને ખુશ કર્યા હતા. હંમેશની જેમ ચાહકો શાહરૂખ ખાનને પ્રશ્નો પૂછવામાં અચકાયા ન હતા અને બોલિવૂડના બાદશાહે ચાહકોના પ્રશ્નોના જવાબો આપ્યા હતા.
શાહરૂખ ખાનની ચોક્કસ ઉંમર કેટલી?
શાહરૂખ ખાન 57 વર્ષનો છે, પરંતુ તેને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો માત્ર મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે. કિંગ ખાનની ફિટનેસ અને એબ્સ જોઈને દરેક લોકો થાપ ખાય જાય છે. બોલિવૂડના બાદશાહના એક ચાહકે આ વાતનો ખુલાસો કર્યો હતો. #Asksrkમાં કિંગ ખાનનો શર્ટલેસ ફોટો શેર કરતા એક પ્રશંસકે લખ્યું, 'હું ખાન સાહબ વિરુદ્ધ FIR દાખલ કરી રહ્યો છું. આ વ્યક્તિ જૂઠું બોલે છે કે તે 57 વર્ષનો છે.
ફેન્સનું ટ્વીટ વાંચીને શાહરૂખે લખ્યું હતું કે, મહેરબાની કરીને આવું ન કરો યાર. ઠીક છે, હું 30 વર્ષનો છું. હવે મેં તમને સાચુ કહ્યું છે. તેથી જ મારી આગામી ફિલ્મનું નામ 'જવાન' છે. 'પઠાણ' બાદ શાહરૂખ 'જવાન'ને પ્રમોટ કરી રહ્યો છે.
કિંગ ખાનની કઈ કાર ફેવરિટ છે?
સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનની મોંઘી કારોનો વારંવાર ઉલ્લેખ થતો રહે છે. આ સ્થિતિમાં એક ચાહકે શાહરૂખને પૂછ્યું, 'તારી લાઇનઅપમાં તમારી ફેવરિટ કાર કઈ છે? કાર તમે ક્યારેય વેચશો નહીં?' આ અંગે કિંગ ખાન કહે છે, 'ખરેખર મારી પાસે હ્યુન્ડાઈ સિવાય કોઈ શાનદાર કાર નથી. મારી લક્ઝરી કાર વિશે સોશિયલ મીડિયા પર લખાયેલા તમામ લેખ ખોટા છે.
લકી નંબર કયો છે?
શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' વિશ્વભરમાં 1000 કરોડનો આંકડો આંબવાની નજીક છે. બીજી તરફ, જ્યારે એક ચાહકે શાહરૂખને પૂછ્યું હતું કે, તેનો લકી નંબર શું છે તો કિંગ ખાન કહે છે કે અત્યારે 1000થી ઉપરનો નંબર લકી નંબર છે. સવાલ-જવાબનું સત્ર પૂરું કરતાં પહેલાં શાહરૂખ ખાને કહ્યું હતું કે, 'પઠાણ'એ બધાને ખુશ કરી દીધા છે. બધાને ખુશ જોઈને હું ખુશ છું.
Pathaan: ભારતીય ક્રિકેટરો પર ચડયો 'પઠાણ'નો ફીવર, ચહલ, શુભમન સહિતના આ ખેલાડીઓએ મલ્ટીપ્લેક્સમાં જોઈ ફિલ્મ
શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'પઠાણ'નો ફિવર દેશમાં જ નહીં વિદેશમાં પણ છે. એક્શન-થ્રિલર ફિલ્મને ઘણી પ્રશંસા મળી રહી છે અને ચાહકો મોટા પડદા પર કિંગ ખાનની વાપસીની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે 'પઠાણ' પણ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે અને જોરદાર કમાણી પણ કરી રહી છે. આલમ એ છે કે 'પઠાણ'નો જાદુ ચાહકોથી લઈને તમામ સેલેબ્સ અને ક્રિકેટરો પર ચડી રહ્યો છે. અને દરેક જણ આ ફિલ્મને એન્જોય કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. હવે ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોએ અમદાવાદમાં ફિલ્મ 'પઠાણ'ની મજા માણી હતી. ભારતીય ક્રિકેટ ખેલાડીઓ સિનેમા હોલમાં 'પઠાણ' જોતા હોવાની તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.