Sonam Kapoor Anand Baby: બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરના જીવનમાં આખરે એ ક્ષણ આવી ગઈ છે, જેની તે ઘણા મહિનાઓથી રાહ જોઈ રહી હતી. અનિલ કપૂરના ઘરે ચોક્કસપણે તહેવારનો માહોલ હશે કારણ કે, સોનમ કપૂર અને આનંદ આહુજાના ઘરે બાળકનો જન્મ થયો છે.


 






સોનમ કપૂર માતા બની ગઈ છે. તેણે પુત્રને જન્મ આપ્યો છે. અભિનેત્રીના ચાહકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સ્વાભાવિક રીતે જ આહુજા પરિવાર અને કપૂર પરિવાર આ સમાચારથી ખૂબ જ ખુશ છે. કહેવામાં આવી રહ્યું છે કે માતા અને પુત્ર બંને સ્વસ્થ છે.


આ અભિનેત્રીએ શેર કર્યા ગૂડન્યૂઝ


તમને જણાવી દઈએ કે આ વાત સૌથી પહેલા રણબીર કપૂરની માતા અભિનેત્રી નીતુ કપૂરે શેર કરી છે અને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેના નાના-નાની અનિલ કપૂર અને સુનીતા કપૂરને પણ અભિનંદન પાઠવ્યા છે. તેણે સ્ટોરી પર એક મેસેજ શેર કર્યો છે, જે સોનમ અને આનંદનો છે.


સોનમે કહ્યું- હવે જીવન હંમેશ માટે બદલાઈ ગયું છે


આ મેસેજમાં સોનમ અને આનંદે કહ્યું કે, તેઓએ 20 ઓગસ્ટ 2022ના રોજ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે અને તેઓ ખૂબ જ ખુશ છે અને ભગવાનના આભારી છે. તેણે તમામ ડોકટરો અને નર્સોનો આભાર માન્યો છે અને કહ્યું છે કે આ માત્ર શરૂઆત છે પરંતુ તે જાણે છે કે હવે તેનું જીવન હંમેશા માટે બદલાઈ ગયું છે.


આ પણ વાંચોઃ


Rajiv Gandhi Birth Anniversary : રાજીવ ગાંધીની જન્મજયંતિ પર PM મોદી સહિત અનેક દિગ્ગજ નેતાએ આપી શ્રદ્ધાજંલિ


Photos: દેશભરમાં ધૂમધામથી ઉજવાઈ જન્માષ્ટમી, અમિત શાહે અમદાવાદમાં કરી પૂજા અર્ચના


Somalia Attack: સોમાલિયાના મોગાદિશુમાં મોટો આતંકી હુમલો, 10 લોકોનાં મોત


Monkeypox: મંકીપોક્સ ટેસ્ટની પ્રથમ સ્વદેશી કિટ થઈ લોન્ચ, જાણો કોણે બનાવી


India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.21 ટકા


CBI RAID : દિલ્લીમાં નવી દારૂ નીતિ મામલે CBIએ મનીષ સીસોદીયા સહીત 15 વિરુદ્ધ નોંધી FIR


Horoscope Today 20 August 2022: મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિએ રહો સાવધાન, જાણો આજની તમામ રાશિઓનું રાશિફળ


Mathura: જન્માષ્ટમીના અવસરે મથુરાના બાંકે બિહારી મંદિરમાં મચી નાસભાગ, બે ભક્તોના મોત, અનેક ઘાયલ


India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.21 ટકા


Crime News: સુરતમાં માત્ર 300 રુપિયા માટે મિત્રએ કરી બીજા મિત્રની હત્યા


Salman Khan: Boycott Tiger 3 ટ્રેન્ડ થતા જ સલમાન ખાને લીધો મોટો નિર્ણય