ટ્રેન્ડિંગ





New Year 2023: સોનમ કપૂરે નવા વર્ષ પર પુત્ર વાયુની બતાવી ઝલક, ચાહકોને નવા વર્ષની પાઠવી શુભેચ્છા
Sonam Kapoor Son: અભિનેત્રી સોનમ કપૂરે નવા વર્ષની શુભેચ્છાઓ થોડી મોડી આપી છે. આ દરમિયાન સોનમે તેના પુત્ર વાયુ અને પતિ આનંદ આહુજાની લેટેસ્ટ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Sonam Kapoor Son: નવા વર્ષ 2023ના અવસર પર તમામ ફિલ્મ સ્ટાર્સે તેમના ચાહકોને શુભેચ્છા પાઠવી છે. ત્યારે બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે(Sonam Kapoor) મોડે મોડે પણ બધાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. પરંતુ સોનમ કપૂર(Sonam Kapoor)ની આ નવા વર્ષની શુભેચ્છા સૌથી ખાસ અને અલગ છે. કારણ કે સોનમે નવા વર્ષ નિમિત્તે નવીનતમ તસવીર શેર કરીને તેના પુત્ર વાયુ (Vayu Kapoor Ahuja)ની ઝલક બતાવી છે.
સોનમે નવા વર્ષ પર ચાહકોને દીકરા વાયુની ઝલક બતાવી
સોનમ કપૂરે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર હાલમાં જ એક નવીનતમ તસવીર શેર કરી. આ ફોટોમાં સોનમના પતિ આનંદ આહુજા (Anand Ahuja) તેમના પુત્ર વાયુ કપૂર આહુજાને તેડીને જઈ રહેલો જોવા મળે છે. જો તમે આ ફોટાને નજીકથી જોશો તો તમને નાના વાયુની થોડી ઝલક જોવા મળશે. એટલું જ નહીં આ તસવીર સાથેના કેપ્શનમાં સોનમ કપૂરે ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા લખ્યું કે 'મારા બે સિંહ, મારી આખી દુનિયા, છેલ્લું વર્ષ અમારા માટે ખૂબ જ ખાસ રહ્યું. આવી સ્થિતિમાં વિલંબથી, પરંતુ બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જીવન દરરોજ વધુ સારું થઈ રહ્યું છે. ભગવાન, તમે મને જે આપ્યું છે અને આપી રહ્યા છો તેના માટે હું તમારો આભારી છું. આ રીતે સોનમ કપૂરે પોતાના ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.
સોશિયલ મીડિયા પર ફોટો કર્યો શેર
સોનમ કપૂરના પુત્ર વાયુની આ તસવીર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. કારણ કે વાયુના આ ફોટામાં તેનો થોડો ચહેરો દેખાઈ રહ્યો છે. આ પહેલા પણ સોનમે ઈન્સ્ટાગ્રામ પર વાયુની ઘણી તસવીરો શેર કરી છે. પરંતુ તેમાં ચહેરો દેખાડવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે સોનમે ગયા વર્ષે 20 ઓગસ્ટે વાયુને જન્મ આપ્યો હતો.