Ram Charan Baby: સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર રામ ચરણ અને તેની પત્ની ઉપાસના કામીનેની કોનિડેલાએ તાજેતરમાં જ એક બાળકને જન્મ આપ્યો છે. આ સાથે જ કપલને તેમના પ્રિયજનો તરફથી અભિનંદન પણ મળી રહ્યા છે. હવે એક્ટર રામચરણની પત્નીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઉપાસના કામીનેનીને ડિલિવરી માટે લઈ જવામાં આવી રહી છે. 20 જૂન મંગળવારના રોજ રામ ચરણ અને ઉપાસના માતા-પિતા બન્યા હતા. જ્યારે  શનિવારે ઉપાસનાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના બાળક સાથેનો પરિવારનો ફોટો શેર કર્યો હતો.


ઉપાસના કામીનેની પ્રી-ડિલિવરી વિડિઓ


ઉપાસનાની મિત્ર મેહા પટેલે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઉપાસના કામીનેનીને ડિલિવરી માટે લઈ જવાનો વીડિયો શેર કર્યો હતો, જેને રામચરણની પત્નીએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર ફરીથી શેર કર્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઉપાસનાને વ્હીલ ચેર પર ડિલિવરી માટે લઈ જવામાં આવી રહી છે.



વીડિયોમાં એક્ટર રામ ચરણ અને તેની પત્ની ઉપાસનાના ચહેરા પર બાળકના આગમનની ખુશી  સ્પષ્ટ દેખાઈ રહી છે. જ્યારે ઉપાસનાની મિત્ર મેહા પટેલ તેને ડિલિવરી માટે શુભેચ્છા પાઠવે છે, ત્યારે ઉપાસના હસીને જવાબ આપે છે, "યૂ ગાઈઝ આર માય હેપ્પી".


રામ ચરણ એક્સાઈટેડ 


બીજી તરફ, જ્યારે મેહા પટેલ રામ ચરણને બોલાવે છે ત્યારે અભિનેતાના ચહેરા પર  મોટું સ્મિત પણ જોવા મળે છે. જ્યારે મેહા પટેલ તેને બોલાવે છે ત્યારે રામ ચરણ ખૂબ જ એક્સાઈટેડ જોવા મળે છે. રામ ચરણ અને મેહા પટેલની સાથે કપલના નજીકના લોકો પણ સાથે જોવા મળે છે. આ સાથે જ વીડિયોમાં ડોક્ટરોની ટીમ પણ ઉપાસના સાથે ચાલતી જોવા મળે છે.


 






રામ ચરણ અને ઉપાસના તેમની દિકરીનું વેલકમ કર્યું 


જણાવી દઈએ કે 20 જૂન મંગળવારના રોજ રામ ચરણ અને ઉપાસના માતા-પિતા બન્યા હતા. જ્યારે  શનિવારે ઉપાસનાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના બાળક સાથેનો પરિવારનો ફોટો શેર કર્યો હતો. આ સાથે રામ ચરણની પત્નીએ પણ સુંદર કેપ્શન સાથે પોતાના પરિવારની ખુશી વ્યક્ત કરી હતી.