મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન છેતરપિંડીનો શિકાર બની છે. એક્ટ્રેસે ગુરુવારે ટ્વિટ કરી ફરિયાદ કરી હતી કે કેટલાક લોકોએ તેના પાન કાર્ડનો ઉપયોગ કરી 2000 રૂપિયાની લોન લીધી હતી. ત્યારબાદ તેના ક્રેડિટ સ્કોર પર અસર પડી છે. તેણે ઇન્ડિયા બુલ્સ સિક્યોરિટીઝ પર મદદ ન કરવાનો આરોપ લગાવ્યો હતો.


આ પોસ્ટ સનીએ કરી ડિલિટ


સનીએ લખ્યું કે કેટલાક લોકોએ 2000 રૂપિયાની લોન લેવા માટે મારા પાન કાર્ડનો ઉપયોગ કર્યો અને મારા સિબિલ સ્કોરને એફકેસી કર્યો છે અને ઇન્ડિયા બુલ્સ સિક્યોરિટી લિમિટેડ આ મામલે મારી કોઇ મદદ કરી રહ્યું નથી. ભારત કેવી રીતે આ પ્રકારની મંજૂરી આપે છે? ટ્વિટ કર્યાના થોડા સમય બાદ કંપનીએ એક્ટ્રેસનો સંપર્ક કર્યો હતો અને તેની મુશ્કેલીનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સનીએ પોતાના ટ્વિટ ડિલિટ કરી દીધા હતા






એક્ટ્રેસે વધુ એક ટ્વિટમાં દાવો કર્યો હતો કે ઇન્ડિયાબુલ્સ  સિક્યોરિટીઝ લિમિટેડ અને ઇન્ડિયા બુલ્સ હોમ લોને તેની સમસ્યાનું સમાધાન કર્યું છે. એક્ટ્રેસે લખ્યું છે આ મામલાનો ઝડપથી ઉકેલ લાવવા બદલ  ઇન્ડિયા બુલ્સ સિક્યોરિટીઝ લિમિટેડ એન્ડ ઇન્ડિયા બુલ્સ હોમ લોનનો આભાર. મને ખ્યાલ છે કે તમે એ તમામ લોકોનું ધ્યાન  રાખશો જેઓને આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોણ પણ ખરાબ સિબિલનો સામનો કરવા માંગતું નથી.