મુંબઇઃ સુશાંત કેસમાં પૈસાની લેવડદેવડની તપાસ કરી રહેલી EDએ એક મોટો ખુલાસો કર્યો છે. EDએ આરોપી રિયા ચક્રવર્તીની વૉટ્સએપ ચેટની તપાસ શરૂ કરી દીધી છે. આ તપાસ દરમિયાન એક મોટો ખુલાસો કર્યો છે કે રિયા ચક્રવર્તી એક ડ્રગ ડીલરના સંપર્કમાં હતી. આ મામલાની આગળની તપાસ માટે ઇડીએ નાર્કોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો (એનસીબી) પાસે મદદ માંગી છે.
ઇડીના એક ઉચ્ચ પદાધિકારી સુત્રએ જણાવ્યુ કે, નાણાંકીય તપાસ એજન્સીએ એનસીબીને લેટર લખ્યો છે, જેમાં ડ્રગ એન્ગલની તપાસ માટે સહયોગ માંગ્યો છે. ઇડી એ જાણવા ઇચ્છતી હતી કે શું સુશાંત સિંહના મોત મામલે કોઇ ડ્રગ એન્ગલ છે.
ઇડીએ બિહાર પોલીસની એફઆઇઆઇરના આધારે 31 જુલાઇએ મની લૉન્ડ્રિંગ કેસ દાખલ કર્યો હતો. બિહાર પોલીસની એફઆઇઆર સુશાંત સિંહના પિતા કેકે સિંહની ફરિયાદ બાદ લખી હતી. આ મામલે પહેલા ઇડીએ સુશાંતના પિતા, સુશાંતની બહેન, પ્રિયંકા સિંહ, મીતૂ સિંહના નિવેદનો નોંધવામાં આવ્યા છે.
ઇડીએ સુશાંત ની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના ભાઇ શૌનિક ચક્રવર્તી, પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત ઇડી સુશાંતના મેનેજર, ફ્લેટમેટ સિદ્વાર્થ પિઠાણી, હાઉસ મેનેજર સેમુઅલ મિરાંડા, સીએ સંદિપ વગેરે સાથે પુછપરછ કરી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કેક સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીબીઆઇએ સુશાંતના મોત મામલે તપાસ સંભાળી છે, ત્યારબાદ તપાસ એકદમ ઝડપી થઇ ગઇ છે.
રિયા ચક્રવર્તી ડ્રગ ડિલરના સંપર્કમાં હતી, EDએ જુની ચેટની તપાસ દરમિયાન કર્યો મોટો ખુલાસો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Aug 2020 10:06 AM (IST)
ઇડીના એક ઉચ્ચ પદાધિકારી સુત્રએ જણાવ્યુ કે, નાણાંકીય તપાસ એજન્સીએ એનસીબીને લેટર લખ્યો છે, જેમાં ડ્રગ એન્ગલની તપાસ માટે સહયોગ માંગ્યો છે. ઇડી એ જાણવા ઇચ્છતી હતી કે શું સુશાંત સિંહના મોત મામલે કોઇ ડ્રગ એન્ગલ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -