મુંબઇઃ ઘણી જાણીતી સેલિબ્રિટીઝ કોરોનાનો ભોગ બની રહી છે. આ યાદીમાં હવે બોલીવુડની બે એક્ટ્રેસનો પણ સમાવેશ થયો છે. એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પોતાના આખા પરિવાર સાથે અને અભિનેત્રી કુબ્રા સૈત કોરોનાનો ભોગ બની છે. સ્વરા ભાસ્કર રાંઝણા, પ્રેમ રતન ધન પાયો, નીલ બટ્ટે સન્નાટા, અનારકલી ઓફ આરાહ વગેરે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
સ્વરા ભાસ્કરે ટ્વિટર પરથી અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી માહિતી આપી છે કે, હું અને મારો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્વરાએ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલાં તેને માથાનો દુખાવો અને તાવ જેવાં લક્ષણ જોવા મળ્યા હતા. તેણે પોતાની મેડિક તપાસ કરાવી હતી અને આરટીસીપીસીઆર ટેસ્ટ કરાવ્યો. આ ટેસ્ટમાં પોતે કોરોના પોઝિટિવ આવી હતી. સાથે સાથે તેનો પરિવાર પણ કોરોનાના સપાટામાં આવ્યો છે. સ્વરાએ પોતાના પ્રશંસકોને સુરક્ષિત રહેવાની અને માસ્ક પહેરવાની વિનંતી કરી છે.
સ્વરાએ વધુમાં લખ્યું છે કે, હેલો કોવિડ, હમણાં જ મને મારો આરટીપીસીઆર રિપોર્ટ મળ્યો જેમાં હું કોરોના પોઝિટિવ આવી છું. મેં સ્વયંને ક્વોરેન્ટાઇન કરી લીધી છે. મને તાવ, માથાનો દુખાવો અને ચીજોના સ્વાદ ન આવવા જેવા લક્ષણો હતા. મેં વેક્સિનના બંને ડોઝ લીધા છે છતાં મને કોરોના થયો છે.
આ ઉપરાંત અભિનેત્રી કુબ્રા સૈત પણ કોરોના પોઝિટિવ આવી છે. ચર્ચિત વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સની અભિનેત્રી કુબ્રા સૈત પણ કોરોના વાયરસના સપાટામાં આવી છે. કુબ્રા સૈતે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર લખ્યું છે કે, મારામાં કોરોનાના મામૂલી લક્ષણો જોવા મળ્યાં છે. છેલ્લા આઠ-દસ દિવસોમાં જે લોકો પણ મારા સંપર્કમાં આવ્યા હોય તે પોતાની મેડિકલ તપાસ કરાવી લે. ગયા વખતની માફક તકલીફોનો સામનો ન કરવો પડે અને સ્વાસ્થ્ય તંત્ર પર બોજ ન આવે એટલા માટે દરેકને મેડિકલ તપાસ કરાવી લેવા વિનંતી છે.
ગુજરાત સરકારે 10 શહેરોમાં રાત્રિ કરફ્યુમાં કોને આપી છૂટ ? છૂટ લેવા માટે શું કરવાનું રહેશે ?