તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં નટુકાકાની ભૂમિકા અદા કરનાર ઘનશ્યામ નાયકનું નિઘન થઇ ગયું, તેઓ કેન્સરથી પીડિત હતા. એક વર્ષની તેમની કેન્સરની સારવાર ચાલતી હતી.
ઘનશ્યામ નાયકના અંતિમ સંસ્કારમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્માની ટીમના સભ્યો હાજર રહ્યાં. તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકાર ભવ્ય ગાંધી (ટપુડો)સમય શાહ (ગોગી) મુનમુન દત્તા ( બબીતા)શોના પોડ્યુસર અસિત મોદી હાજર રહ્યાં.
નટુકાકાકાનું રવિવારે સાંજે હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું. તેમણે અંતિમ શ્વાસ હોસ્પિટલમાં જ લીધા. નટુકાકાની કેન્સરની સારવાર સૂચક હોસ્પિટલમાં ચાલતી હતી.
નટુકાકાના પરિવાર અને મનોરંજન જગતની હસ્તીઓએ ભીની આંખે તેમને વિદાય આપી. તેમની અંતિમ યાત્રા સવારે સાડ આઠ વાગે તેમના મલાડ સ્થિત ઘરેથી નીકળી હતી. તેમને કાંદિવલીના દહાનુકર વાડીના સ્માશનમાં અંતિમ સંસ્કારમાં કરવામાં આવ્યા અને તેમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થઇ ગયો.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુકાકાની ભૂમિકા અદા કરનાર ઘનશ્યામ નાયક કેન્સર સામે જંગ હારી ગયા. છે. તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો તે સમયે કિમોથેરેપી બાદ તેમના વાળ જતાં રહ્યાં હતા અન ચહેરો પણ નિશ્ચતેજ થઇ ગયો છે. તેમના બદલાયેલા આ લૂકથી ફેન્સ દુ:ખી થઇ ગયા અને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહ્યાં છે. તેમન આ બદલાયેલા લૂકના ફોટો ખૂબ જ વાયરલ થયા હતા.
આજે ભાગ્યે જ કોઇ એવી વ્યક્તિ હશે, જે નટુકાકાને ન ઓળખતી હોય.નટુકાકાએ તેમના અભિનયથી લોકોનું દિલ જીતી લીધું હતું.. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી તેમણે દરેક ઘરમાં જાણે એક સ્થાન બનાવી લીધું છે, તેઓ નાયક કેન્સર સામે ઝઝુમ્યાં પરંતુ આ જંગમાં આખરે જિંદગી હારી ગયા. તેમના નિધનથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ સહિતના મનોરંજન જગત સાથે જોડાયેલા હસ્તીમાં શોકમગ્ન છે
આ પણ વાંચો
અમદાવાદની એક જ સોસાયટીના કોરોનાના નવા 4 કેસ નોંધાતા ફફડાટ, 17 સપ્ટેમ્બરથી કેસ વધી રહ્યા છે
ટીમ ઇન્ડિયા બાદ હવે IPLમાંથી પણ ખત્મ થઈ શકે છે આ ખેલાડીની કારકિર્દી ! નહીં મળે તક ?