મુંબઇઃ બૉલીવુડ દબંગ ખાન સલમાન ખાન (Salman Khan) આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ કભી ઇદ કભી દિવાલી (Kabhi Eid Kabhi Diwali)ના શૂટિંગમાં બિઝી છે. ફિલ્મનુ શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે, આ બધાની વચ્ચે તે પોતાની અપકમિંગ મેગા બજેટ ફિલ્મ નૉ એન્ટ્રી (No Entry)ની સિક્વલને લઇને પણ ચર્ચામાં આવ્યો છે. જેનુ ટાઇટલ નૉ એન્ટ્રી મે એન્ટ્રી (No Entry Mein Entry) છે. 


વળી, આ ફિલ્મ લઇને કેટલાક ચોંકાવનારી વાતો સામે આવી છે. રિપોર્ટ્સનુ માનીએ તો આ એક કૉમેડી ફિલ્મ છે, અને આમાં એક-બે નહીં પરંતુ 10 હીરોઇનો રોમાન્સનો તડકો લગાવતી દેખાશે. જોકે, હજુ સુધી કોઇપણ હીરોઇનના નામનો ખુલાસો નથી થયો. ઇટાઇમ્સના રિપોર્ટ્સ અનુસાર, આ સિક્વલમાં 2005માં આવેલી ફિલ્મ નૉ એન્ટ્રીનો લીડ એક્ટર એટલે કે સલમાન ખાન, અનિલ કપૂર (Anil Kapoor) અને ફરદીન ખાન ( Fardeen Khan)ને ત્રિપલ રૉલમાં બતાવવામાં આવશે. આના દરેક પાત્રો સાથે એક એક હીરોઇન હશે. ફિલ્મનુ શૂટિંગ પણ જલદી શરૂ થશે. 


ફિલ્મમાં હશે કૉમેડીનો ડબલ ડૉઝ -
ઘણા સમય પહેલા સલમાન ખાનની ફિલ્મ નૉ એન્ટ્રીની સિક્વલની વાત ચાલી રહી છે. ફિલ્મના ડાયરેક્ટર અનીલ બઝ્મીએ કેટલાક દિવસો પહેલા એક ઇન્ટરવ્યૂમાં બતાવ્યુ હતુ કે સલમાન ખાન આ ફિલ્મમાં ખુબ દિલચસ્પી રાખે છે. એટલુ જ નહીં તે ઇચ્છે છે કે આ ફિલ્મનુ શૂટિંગ જલદી શરૂ થાય.


જોકે, હવે સામે આવેલા રિપોર્ટ્સનુ માનીએ તો નૉ એન્ટ્રીની  સ્ટારકાસ્ટ દેખાઇ શકે છે. કહેવામા આવી રહ્યું છે કે સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાન ઉપરાંત આમા બિપાશા બાસુ, ઇશા દેઓલ, લારા દત્તા, અને સેલિના જેટલી પણ લીડ રૉલમાં હોઇ શકે છે. આ ઉપરાંત બીજા કેટલીક હીરોઇનો પણ કાસ્ટમાં દેખાશે. ત્રણેય લીડ હીરોના ત્રિપલ રૉલ વાળી ફિલ્મ નૉ એન્ટ્રીમાં કૉમેડીનો જબરદસ્ત ડબલ ડૉઝ મળશે.