મુંબઇઃ તાજેતરમાં જ રિલીઝ થયેલી બૉલીવુડ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' હાલમાં બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. એકબાજુ દિવસે દિવસે ફિલ્મને લઇને વિવાદો વધી રહ્યાં છે, તો બીજીબાજુ બૉક્સ ઓફિસ પર ફિલ્મના કલેક્શનમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ કાશ્મીરમાં હિન્દુઓ અને પંડિતો પર થયેલી હિંસાને બતાવી રહી છે. ખાસ વાત છે કે, બૉલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે પણ હાલના સમયમાં થિયેટરોમાં છે પરંતુ તે કલેક્શન મામલે 'ધ કાશ્મીર ફાઇલ્સ' સામે નબળી સાબિત થઇ રહી છે. 


'ધ કાશ્મીર ફાઇલ્સ'નું જબરદસ્ત કલેક્શન- 
'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મએ બોક્સઓફિસ પર અધધધ કલેકશન કરી લીધુ છે, ફિલ્મ રિલીઝ થયાના નવમાં દિવસના સેકન્ડ વીકેન્ડ પર ૨૪.૮૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ૧૧ માર્ચના રિલીઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર ૧૪૧.૨૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ટ્રેડ પંડિતોની માનીએ તો સોમવાર સુધીમાં આ આંકડો રૂપિયા ૧૭૫ કરોડ પર પહોંચવાની શક્યતા છે. ખાસ વાત છે કે વીકેન્ડમાં આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ ઘણું થયું હતું.


બૉક્સ ઓફિસ પર બચ્ચન પાંડેનો આંકડો-
૧૮ માર્ચના અક્ષય કુમારની બચ્ચન પાંડે ફિલ્મ રિલીઝ થઇ છે, પરંતુ ધ કશ્મીર ફાઇલ્સે મેળવેલી સફળતાના કારણે બોક્સ ઓફિસ પર ગતિ પકડી શકી નથી. અક્ષયની ફિલ્મએ બીજા દિવસે માત્ર રૂપિયા ૧૨ કરોડનો જ  બિઝનેસ કર્યો છે. અક્ષયની ફિલ્મને રજાઓનો ફાયદો પણ નથી મળી શક્યો.


આ પણ વાંચો............


2 રુપિયા આપી 26 દિવસ એક્સ્ટ્રા વેલિડિટી, Vi યૂઝર્સ માટે શાનદાર પ્લાન, ડેટા- કોલિંગ ફ્રી


આ રીતે ફક્ત 3 શબ્દો ગૂગલ પર કરો સર્ચ, ફ્રીમાં જાણી શકશો ઈન્ટરનેટ સ્પીડ


ગરમીમાં ફ્રિજનું ઠંડું પાણી પીવાની આદત છે, તો નુકસાન જાણી લો


ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં નોકરીની શાનદાર તક, આ જગ્યાઓ પર બહાર પડી ભરતી, મળશે સારો પગાર


SMC EV Plant in Gujarat: ગુજરાતમાં બનશે ઈલેક્ટ્રિક વાહનો અને બેટરી, જાણો કઈ જાણીતી કંપની કેટલા કરોડનું કરશે રોકાણ


પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને, 150 રૂ. લીટર પેટ્રૉલ - 100 રૂ. કિલો ખાંડ, જાણો શાકભાજીના શું છે ભાવ..........