ટીના અંબાણીએ બોની કપૂરને આપી એવી ગિફ્ટ, જોઈને રડી પડ્યા બોની કપૂર
ઉલ્લેખનીય છે કે ગુરુવારે શ્રીદેવીનાં પતિ બોની કપૂર અને દિયર અનિલ કપૂરે ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કર્યું હતું. તો શ્રીદેવીની દીકરી જ્હાન્વી કપૂર ‘ધડક’નાં શૂટિંગ માટે પરત ફરી છે. આ ફિલ્મમાં જ્હાન્વીનો લૂક ‘ઇંગ્લિશ વિંગ્લિશ’માં જોવા મળેલા શ્રીદેવીનાં લૂક જેવો જ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રોનાં જણાવ્યા અનુસાર, ‘ટીના અંબાણીએ એક સિલ્વર ફ્રેમમાં શ્રીદેવીની સુંદર તસવીર બોની કપૂરને ભેટ આપી છે જે ટીના અંબાણીનાં 61માં જન્મદિવસની છે. બોની કપૂરે જેવી એ તસવીર જોઇ ત્યારે તેઓ ઇમોશનલ થઇ ગયા હતા અને પોતાના આંસુઓને રોકી શક્યા નહોતા. બોની કપૂરે આ અતુલ્ય ભેટ માટે ટીના અંબાણીનો આભાર માન્યો હતો.
નવી દિલ્હીઃ શ્રીદેવીના મોત બાદ તેનો પરિવાર આ દુઃખમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. શ્રીદેવીની દીકરી જ્હાન્વીએ પોતાની ડેબ્યૂ ફિલ્મ ધડકનું શૂટિંગ ફરી શરૂ કર્યું છે. જ્યારે તેના પિતા બોની કપૂરે અસ્થિઓ હરિદ્વારમાં વિસર્જિત કરી. બીજી બાજુ નિધનના 13માં દિવસે તેના નજીકના મિત્ર ટીના અંબાણીએ બોની કપૂરને એક ખાસ ભેટ આપી છે. આ ભેટને જોઈને બોની કપૂરની આંખમાં આંસૂ આવી ગયા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -