શ્રીદેવીના મોતને લઇને બોની કપૂરે પહેલીવાર કર્યો આ મોટો ખુલાસો, મિત્રને કહી પુરેપુરી વાત
મુંબઇઃ બૉલીવુડની પહેલી મહિલા સુપરસ્ટારના મોતને એક અઠવાડિયાથી વધુનો સમય વીતી ચૂક્યો છે, દુબઇ પોલીસે આ કેસને એક્સીડેન્ટલ ડ્રાઉનિંગ (દૂર્ઘટનાવશ ડુબવુ)નો મામલો ગણીને કેસ બંધ કરી દીધો છો. ભારતમાં હજુ પણ લોકોને પ્રશ્નો ઉઠી રહ્યાં છે કે એવું તે શું થયું કે શ્રીદેવીનું એકાએક મૃત્યું થયું. આ અંગે બોની કપૂર્ પોતાના ખાસ મિત્ર અને ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાને 24 ફેબ્રુઆરીની સાંજે શું થયું હતું તેની આખી ઘટના અંગે જણાવ્યું છે. નાહટાએ પોતાના બ્લૉગમાં લખ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App62 વર્ષીય બોની કપૂર 24 ફેબ્રુઆરીના રોજ દુબઈ ગયો હતો અને પોતાની 'જાન' શ્રીદેવીને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. જોકે, બોની કપૂરને બે કલાકની અંદર જ એક આઘાતજનક અને જીવનમાં ક્યારેય ના ભૂલાય તેવી સરપ્રાઈઝ મળી ગઈ હતી.
'મિસ્ટર બેચારા'ની કાસ્ટ અને યુનિટને સહેજ પણ આશંકા થઈ નહીં કે બોની માત્ર ને માત્ર શ્રીદેવીને મળવા માટે મુંબઈથી ખાસ બેંગ્લોર આવ્યો છે. ફિલ્મ યુનિટને એમ જ હતું કે તે ભાઈ અનિલ કપૂર માટે આવ્યો છે.
શ્રીદેવી પ્રેમી બોનીને વારંવાર વિનંતી કરતી હતી કે તેને ઉંઘ આવે છે, તેને કાલે સવારે શૂટિંગમાં જવાનું છે. બોનીએ શ્રીદેવીની કોઈ વાત માની નહીં અને તે સતત ફોન પર વાત કરતો હતો. અંતે મોડી રાત્રે એટલે કે ત્રણ વાગ્યાની આસપાસ બંનેએ વાત કરવાનું બંધ કર્યું હતું અને શ્રીદેવી સૂઈ ગઈ હતી.
સવારે જ્યારે શ્રીદેવીની હોટલના રૂમનો બેલ વાગ્યો અને તેણે દરવાજો ખોલ્યો તો તેની અર્ધ ખૂલેલી આંખોને બિલકુલ વિશ્વાસ થયો નહીં. રૂમની સામે બોની કપૂર ઉભો હતો. બોની મુંબઈથી બેંગ્લોર ફ્લાઈટમાં આવ્યો હતો અને શ્રીદેવી તાજ વેસ્ટેડ હોટલમાં રોકાઈ હતી, ત્યાં એ જ ફ્લોર પર એક્ટ્રેસની બાજુનો રૂમ જ બુક કરાવ્યો હતો.
બોનીની દુબઈની ટ્રિપ પણ 1994ની બેંગ્લોર ટ્રિપની જેમ જ સરપ્રાઈઝ હતી. તે શ્રીદેવી સાથે થોડાં દિવસો પસાર કરવા માંગતો હતો અને દીકરી જાહન્વી માટે શોપિંગ કરવા માંગતો હતો. 20 ફેબ્રુઆરીના રોજ ભાણીયા મોહિત મારવાહના લગ્ન હતાં. બોની કપૂર અને દીકરી ખુશી 21 ફેબ્રુઆરીના રોજ દુબઈથી ભારત પરત આવ્યા હતાં. બોનીને લખનઉમાં ઈન્વેસ્ટર સમિટમાં ભાગ લેવા જવાનું હતું.
24 વર્ષ પહેલાં શ્રીદેવી તથા બોની કપૂર હજી નવા-નવા પ્રેમમાં પડેલા હતાં. શ્રીદેવી બેંગ્લોરમાં ફિલ્મ 'મિસ્ટર બેચારા'ના શૂટિંગમાં વ્યસ્ત હતી. આ ફિલ્મમાં બોનીનો ભાઈ અનિલ કપૂર હતો. જ્યારે બોની મુંબઈમાં હતો. બંનેએ આખી રાત ફોન પર વાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -